Ahmedabad News સપના શર્મા/અમદાવાદ : ઉત્તરાયણ પહેલાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. તેમાં પણ અમદાવાદીઓની ઉત્તરાયણ ટોપ પર હોય છે. અહી તો દુનિયામાં ક્યાંય ન હોય તેવો ટ્રેન્ડ જોવા મળે છે. કોઈ રિસોર્ટ ભાડે લે, કોઈ પાર્ટી પ્લોટ ભાડે લે, તો કોઈ ગાડી ભાડે લે. પરંતુ અમદાવાદમાં કોટ વિસ્તારમાં ધાભા ભાડે આપવાનો ટ્રેન્ડ છે. આવો અનોખો ટ્રેન્ડ દુનિયામાં ક્યાંય નથી કે, કોઈની અગાશી ભાડે લેવાતી હોય. ઉત્તરાયણની માત્ર બે દિવસની મજા માણવા માટે અમદાવાદના પોળ વિસ્તારના ધાબા ભાડે આપવા અને લેવામાં છે. અહી ધાબા ભાડે લેનારો વર્ગ મોટો છે, પરંતુ આપનારો વર્ગ ઓછો છે. કારણ કે, અગાશીઓ ઓછી છે. આ કારણે અહી દર વર્ષે ઉત્તરાયણ પર ધાબાનું સતત વધતુ જાય છે. આ વર્ષે તો એકદમ તોતિંગ ભાવમાં પહોંચી ગયું છે. ઉત્તરાયણમાં અમદાવાદની પોળોના ધાબાઓનો ભાવ આ વર્ષે ઉંચકાયો છે. એક જ દિવસનું ભાડું 75 હજાર સુધી પહોંચ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના કોટ વિસ્તારમાં ધાભા ભાડે આપવાનો ટ્રેન્ડ
અમદાવાદના રાયપુર, ખાડિયા અને ઢાળની પોળમાં ધાભા ભાડે આપવાનો ટ્રેન્ડ વર્ષોથી છે. અહી એક દિવસનું ભાડુ 20 થી 45 હજાર સુધી છે. એટલે કે, બે દિવસનું ગણો એટલે સ્વભાવિક રીતે જ 70 થી 80 હજાર થઈ જાય. દેશ વિદેશથી અમદાવાદમાં ઉત્તરાયણ ઉજવવા આવતા લોકોમાં ધાભા ભાડે રાખવાનો ક્રેઝ છે. દર વર્ષે ઉતરાયણે કોટ વિસ્તારમાં 2 હજારથી વધુ ધાભા ભાડે આપાય છે. ઉત્તરાયણ પહેલા પોળમાં ધાબાનું એડવાન્સ બુકીંગ થઈ જાય છે. તેમજ ધાબા ઉપર ખુરશી, છત્રી, પાણી અને ગાદલાની સુવિધા ઉભી કરવામાં આવે છે. ધાબા પર જેવી સુવિધા, તેવું ભાડું. 


Food Lovers છો તો આ વાંચો : સ્વચ્છતામાં નંબર વન, પણ ખાણીપીણીમાં ફેલ ગયું સુરત


ઉત્તરાયણ પહેલાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અમદાવાદના કોટ વિસ્તારમાં ધાભા ભાડે આપવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. રાયપુર, ખાડિયા અને, ઢાળની પોળમાં ઉત્તરાયણના બે દિવસ ધાભા ભાડે આપવાનો ટ્રેન્ડ છે. આ માટે દેશ વિદેશથી અમદાવાદના પોળમાં ધાભા ભાડે રાખવા ઈન્કવાયરી આવી અહીં છે. જો તમારે પણ ધાબા ભાડે રાખવા હોય તો તે માટે એક એક દિવસનું ભાડુ 20 થી 45 હજાર સુધી ચૂકવવું પડશે.


દરવર્ષે ઉત્તરાયણે કોટ વિસ્તારમાં 2 હજારથી વધુ ધાભા ભાડે આપાય છે. ધાબાની ઊંચાઈ પ્રમાણે તેનું ભાડુ નક્કી કરવામાં આવે છે. નીચું ધાબુ હોય તો તેના 10-15 હજાર ભાડુ લેવામાં આવે છે જ્યારે વધુ ઊંચાઈ ધરાવતા ધાબા 40 હજાર સુધી ભાડે રાખવામા આવી રહ્યા છે. આ સિવાય કેટલાક ધાબા ઉપર મોર્નિંગ બ્રેકફાસ્ટથી લઇ રાતના ડિનર પણ પીરસવામાં આવે તેવા આયોજન સાથે પણ ભાડે આપવામાં આવી રહ્યા છે.


જોય રાઈડના હેલિકોપ્ટરના પાંખિયામાં ફસાઈ ગઈ પતંગની દોરી, હવે આટલા દિવસો નહિ ઉડે


ઉત્તરાયણ પહેલા પોળમાં ધાબાનું એડવાન્સ બુકીંગ
ધાબા ઉપર ખુરશી, છત્રી, પાણી અને ગાદલાની સુવિધા ઉભી કરવામાં આવી છે. જોકે દર વર્ષે કોટ વિસ્તારમાં ધાબા ભાડે આપવામાં આવે છે. છતાં આ વર્ષે ધાબા ભાડે આપવામાં ભાવ વધારો કરવામાં આવ્યો નથી. 


અમદાવાદમા આ જગ્યાએ પ્રોપર્ટી ખરીદી લેજો, ભાવ વધશે : આવી રહ્યો છે દેશનો સૌથી મોટો મોલ