સાયન્સ સિટીમાં ફરતી આ બસમાં જરૂર બેસજો, બસમાં મળશે પ્લેન જેવો અનુભવ
Science City : સાયન્સ સિટીમાં પ્લેનનો અનુભવ કરાવતી સિમ્યુલેટર સાથે સજ્જ બસ મૂકવામાં આવી છે... જેમાં મુલાકાતીઓ પ્લેનના ટેકઓફ, પ્લેન ઉડાવવાની તેમજ પ્લેનના લેન્ડિંગ કરવાની અનુભૂતિ કરી શકશે
Ahmedabad News અતુલ તિવારી/અમદાવાદ : અમદાવાદના સાયન્સ સીટી ખાતે પ્લેનનો અનુભવ કરાવવા સિમ્યુલેટર સાથે સજ્જ બસ મૂકવામાં આવી. 1.43 કરોડ રૂપિયાના ખર્ચે સિવિલ એવિએશન વિભાગે સિમ્યુલેટર કમ એક્ઝિબિશન બસ તૈયાર કરાઈ. સિમ્યુલેટર કમ એક્ઝિબિશન બસ એ કોકપિટમાં બેસવાનો અનુભવ આપે છે.
અમદાવાદના સાયન્સ સીટી ખાતે પ્લેનનો અનુભવ કરાવવા સિમ્યુલેટર સાથે સજ્જ બસ મૂકવામાં આવી છે. 1.43 કરોડ રૂપિયાના ખર્ચે સિવિલ એવિએશન વિભાગે સિમ્યુલેટર કમ એક્ઝિબિશન બસ તૈયાર કરાઈ છે. જે સિમ્યુલેટર કમ એક્ઝિબિશન બસ એ કોકપિટમાં બેસવાનો અનુભવ આપે છે. નાગરિક ઉડ્ડયનમંત્રી બળવંતસિંહ રાજપૂત અને જગદીશ વિશ્વકર્મા દ્વારા ગાંધીનગર ખાતે બસનું લોકાર્પણ કરાયું હતું. પ્લેનનો અનુભવ કરાવવા સિમ્યુલેટર સાથે સજ્જ કરાયેલી બસમાં સાયન્સ સીટી ખાતે જતા મુલાકાતીઓ મુલાકાત લઈ શકશે. સિવિલ એવિએશન ક્ષેત્રે કારકિર્દી બનાવવા માગતા વિદ્યાર્થીઓને માટે પણ આ બસ મદદરૂપ થશે. બસમાં હાલ બેસવા કોઈ ચાર્જ નથી લેવાતો, મુલાકાતીઓ પ્લેનના ટેકઓફ, પ્લેન ઉડાવવાની તેમજ પ્લેનના લેન્ડિંગ કરવાની અનુભૂતિ કરી શકશે. રાજ્યના જુદા જુદા પ્રવાસન સ્થળોએ પણ મુલાકાતીઓ માટે સિમ્યુલેટર કમ એક્ઝિબિશન બસ મૂકવામાં આવશે.
તથ્ય પટેલ જેવા વધુ એક નબીરાએ અકસ્માત સર્જયો, મણિનગરમાં દારૂ પીને ગાડી હંકારી
નાગરિક ઉડ્ડયનમંત્રી બળવંતસિંહ રાજપૂત અને જગદીશ વિશ્વકર્મા દ્વારા ગાંધીનગર ખાતે બસનું લોકાર્પણ કરાયું હતું. પ્લેનનો અનુભવ કરાવવા સિમ્યુલેટર સાથે સજ્જ કરાયેલી બસમાં સાયન્સ સીટી ખાતે જતા મુલાકાતીઓ મુલાકાત લઈ શકશે. સિવિલ એવિએશન ક્ષેત્રે કારકિર્દી બનાવવા માગતા વિદ્યાર્થીઓને માટે પણ મદદરૂપ થશે આ બસ. બસમાં હાલ બેસવા કોઈ ચાર્જ નથી લેવાતો, મુલાકાતીઓ પ્લેનના ટેકઓફ, પ્લેન ઉડાવવાની તેમજ પ્લેનના લેન્ડિંગ કરવાની અનુભૂતિ કરી શકશે.
આજનો દિવસ ગુજરાતના 11 જિલ્લાઓ માટે ભારે, જાણો ક્યાં ભારેથી અતિભારે વરસાદની છે આગાહી
રાજ્યના જુદા જુદા પ્રવાસન સ્થળોએ પણ મુલાકાતીઓ માટે સિમ્યુલેટર કમ એક્ઝિબિશન બસ મૂકવામાં આવશે. જો બસને સારો પ્રતિસાદ મળશે તો આગામી દિવસમાં સિમ્યુલેટરનો અનુભવ કરવા માટે એક નિશ્ચિત દર પણ નક્કી કરવામાં આવશે. હાલ એક સાથે 10 લોકો આ વાતાનુકુલીત સીમ્યુલેટરમાં પ્રવેશી શકે તેવી પ્રકારની બસમાં વ્યવસ્થા ઉપલબ્ધ છે.
જો બસને સારો પ્રતિસાદ મળશે તો આગામી દિવસમાં સિમ્યુલેટરનો અનુભવ કરવા માટે એક નિશ્ચિત દર પણ નક્કી કરવામાં આવશે. હાલ એક સાથે 10 લોકો આ વાતાનુકુલીત સીમ્યુલેટરમાં પ્રવેશી શકે તેવી પ્રકારની બસમાં વ્યવસ્થા ઉપલબ્ધ છે.
ગુજરાતમાં ચીટરોની ફૌજ વધી, કરોડોનું ફુલેકુ ફેરવીને સુરતનો સુમિત ગોયન્કા ફરાર
મારી ડ્યુટી પૂરી, હુ પ્લેન નહિ ઉડાડું : પાયલોટની હઠને કારણે રાજકોટથી ફ્લાઈટ ન ઉડી