Ahmedabad Street Food Market : અમદાવાદીઓ માટે સ્વાદનું સૌથી જૂનુ અને જાણીતું સરનામું એટલે માણેકચોક. શહેરમાં ભાગ્યે જ કોઈ એવુ હશે જેણે માણેકચોકનો સ્વાદ ચાખ્યો અને માણ્યો ન હોય. વિદેશીઓ અને ગુજરાત બહારના પ્રવાસીઓ આ ગલીને શોધતા શોધતા રાતે પહોંચી જાય છે. માણેકચોકનો રાતનો નજારો દરેકને આકર્ષે છે. પરંતુ અમદાવાદના ઈતિહાસમાં પહેલીવાર એવું જોવા મળ્યું કે, આ ફેમસ ફૂડ સ્ટ્રીટમાં લોકો જમીન પર બેસીને ખાતા જોવા મળ્યાં. તંત્રના પાપે માણેકચોકમાં આવો નજરો જોવા મળ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બન્યું એમ હતું કે, અમદાવાદના માણેકચોક ખાણીપીણીના બજારમાં AMC દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તંત્ર દ્વારા માણેકચોકમાં રસ્તા પર મુકાતા ટેબલ, ખુરશી હટાવી લેવાનો આદેશ કરાયો છે. દબાણ દૂર કરવાના હેતુથી બજારમાં AMC એ આ કાર્યવાહી કરી છે. જેને કારણે ચટાકો માણવા આવેલા લોકો માટે વેપારીઓ દ્વારા નીચે બેસાડીને ખવડાવવાની વ્યવસ્થા કરાઈ હતી. 


ગુજરાતી પાટીદાર ઉદ્યોગપતિની મુંબઈમાં ગોળી મારી હત્યા, બિલ્ડર વ્યવસાય સાથે સંકળાયેલા


AMCની કાર્યવાહીને લઈ સ્થાનિક વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિવિધ નિયમો લાગુ કરીને હેરાન કરે છે તેવો વેપારીઓએ આક્ષેપ કર્યો છે. અમદાવાદનું માણેકચોક માર્કેટ અમદાવાદની શાન છે. ત્યારે નીચે બેસાડીને જમાડવું અમાદવાદની શાનને શોભે તેવું છે? 


માણેકચોકમાં છેલ્લા ત્રણ દિવસથી આ સ્થિતિ છે. ત્રણ દિવસથી ટેબલ ખુરશીઓ ગાયબ છે. ત્યારે અહી જમવા આવતા લોકો પણ મૂંઝાયા છે. કોર્પોરેશન દ્વારા રસ્તા પર મુકતા ટેબલ ખુરશી હટાવી લેવાનો ફરમાન કરાયો છે. જેથી ગઈકાલે વેપારીઓએ લોકોને નીચે બેસાડીને જમાડ્યા હતા. લોકો પણ નીચે પાથરેલા પ્લાસ્ટિક પર બેસીને જમવા મજબૂર થયા હતા. 


વડાપ્રધાન મોદીની એક સલાહે આ ગુજરાતી ખેડૂતને લખપતિ બનાવ્યા


અમદાવાદનું માણેકચોક માર્કેટ એટલે પાઉભાજી, પુલાવ, સેન્ડવીચ, ચાટ માટે ફેમસ. પરંતુ જો આવુ ચાલતુ રહેશે તો શું માણેકચોકમાં લોકો આવશે? આ રીતે તો તેની ઓળખ ભૂંસાઈ જશે.