Ahmedabad News : અમદાવાદમાં વી.એસ. હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગની રૂમની છત તૂટી પડી હતી. જ્યાં રોજના હજારો દર્દીઓ સારવાર લેવા જઈ રહ્યાં છે ત્યાં જ આવી સ્થિતિ છે, અને દર્દીઓના જીવ જોખમમાં મૂકાયા છે. ત્યારે આ ઘટનાનુ કવરેજ કરવા ગયેલી ઝી 24 કલાકની ટીમ સાથે વીએસ હોસ્પિટલના સ્ટાફે ગુંડાઓ જેવુ વર્તન કર્યુ હતું. તેઓએ ઝી 24 કલાકનો કેમેરો છીનવાનો પ્રયાસ કર્યો હતો, તેમજ ZEE 24 Kalak ની મહિલા પત્રકાર સાથે ધક્કામુક્કી કરાઈ હતી. હોસ્પિટલમાં એક મહિલા પત્રકાર સાથે આ પ્રકારનું વર્તન કેટલું યોગ્ય ગણાય. મહિલા પત્રકારને ઘટના સ્થળે કવરેજ કરવા માટે અંદર જતા રોકવામાં આવ્યા હતા, અને વીએસ હોસ્પિટલ જાણે ગુંડાઓનો અખાડો હોય તેમ બાઉન્સર્સ ગોઠવી દીધા છે. આ બતાવે છે કે વીએસ હોસ્પિટલમાં ગુંડાગીર્દી ચાલી રહી છે. બાઉન્સર્સ દ્વારા એક મહિલા પત્રકાર પર કેવી રીતે હાથ ઉઠાવી શકાય. જો એક મહિલા પત્રકાર સાથે આ પ્રકારનું વર્તન થતુ હશે તો પછી દર્દીઓ સાથે કેવા પ્રકારનું વર્તન કરાતું હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સત્ય બતાવતા કેમ અટકવાયા
ઝી 24 કલાકના મહિલા પત્રકાર સપના શર્માએ જ્યારે વીએસ હોસ્પિટલનુ સત્ય બતાવવાનો પ્રયાસ કર્યો ત્યારે હાજર સ્ટાફે પહેલા તો ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કર્યો હતો. એટલુ જ નહિ, બાદમાં વીએસ હોસ્પિટલમાં બેસાડાયેલા ગુંડાઓએ ઝી 24 કલાકના મહિલા પત્રકારનો કેમેરો ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. આટલેથી તેઓ અટક્યા ન હતા, તેઓએ મહિલા પત્રકારને કવરેજ કરતા અટકાવીને તેમની સાથે ધક્કામુક્કી પણ કરી. પત્રકારોનું કામ છે રોજબરોજની ઘટનાઓનુ કવરેજ કરીને લોકો સામે સત્ય રજૂ કરવું. પરંતુ શું પત્રકારોને સત્ય બતાવતા રોકવા માટે આ પ્રકારની ગુંડાગીરી કરવી કેટલી યોગ્ય. તેમજ એક મહિલા પત્રકાર સાથે આ પ્રકારનું વર્તન કરવાનું કેટલુ યોગ્ય. પત્રકાર તેમનું કામ કરી રહ્યાં છે. તેઓ તંત્રની ખામી બતાવે તે તેને રોકવા માટે આ પ્રકારે થતો બળપ્રયોગ કેટલો યોગ્ય.  



સુપરિટેન્ડન્ટની કેબિન પાસે આવતા જ બાઉન્સર્સે મહિલા પત્રકારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પત્રકારોને સવાલો પૂછવાનો અધિકાર છે, ત્યારે તેમને રોકવા માટે બાઉન્સર્સથી હુમલો કરવવો કેટલો યોગ્ય. કવરેજ માટે અમે જ્યારે પહોંચ્યા ત્યારે અમને રોકવામાં આવ્યા. જવાબદાર લોકો પાસેથી પરમિશન લેવા માટે કહ્યુ હતું. પરંતુ હકીકતમાં આ સ્લેબ ધારાશાયી થવાની ઘટનાને લોકો સામે રજૂ કરતી બતાવવા અટકવવાનો પ્રયાસ હતો. મહિલા પત્રકારને તેમના કેમેરા સાથ અંદર જવા અટકાવાયા હતા. 


ઘટના બાદ તાત્કાલિક બેઠક 
વીએસ હોસ્પિટલમાં છત તૂટી પડવાની ઘટના પ્રકાશિત થયા બાદ તાત્કાલિક પગલા લેવાયા હતા. મ્યુનિસિપલ કમિશ્રરે બોલાવી amc માં અરજન્ટ મિટિંગ બોલાવી છે. હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ સહીત સબંધિત અધિકારીઓને તાત્કાલિક મીટિંગ માટે બોલાવ્યા છે. vs હોસ્પિટલમાં મેયરની અધ્યક્ષતામાં આ બેઠક મળશે. 2.30 વાગે હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ સહીત અન્ય અધિકારીઓ બેઠકમાં હાજર રહેશે. 



કડક પગલા લઈશું - આરોગ્ય મંત્રી
આરોગ્ય મંત્રીએ આખી ઘટનાનો ચિતાર મેળવ્યો હતો. તેમણે કહ્યું કે, મેં મ્યુનિસિપલ કમિશનર અને અને સ્થાયી સમિતિના ચેરમેન સાથે વાત કરી હતી. કડકમાં કડા પગલા લઈશું. જે પણ એજન્સી દ્વારા આ કરાયું છે તેમાં પગલા લઈશું. મીડિયા જગત પણ એક તંત્ર છે. સરકારી હોસ્પિટલો જનતામાટે છે. પ્રજાને મુશ્કેલી પડતી હોય ત્યાં જવા જેવુ હોય તે જઈ શકે છે. આખી બિલ્ડીંગમાં જ્યા પણ સુધારાની જરૂર હશે ત્યાં તાત્કાલિક અસરથી કરીશું.