અમદાવાદ:  આજની યુવા પેઢી ફેશનને લઇને ખૂબ જ સક્રિય છે. એમાં પણ વસ્ત્રોની બાબતમાં તો ખૂબ જ ધ્યાન રાખે છે. વસ્ત્ર એવું આભૂષણ છે જે તેમની સુંદરતાને ચાર ચાંદ લગાડી દે છે. શહેરમાં અવારનવાર ફેશનને લઇને ઇવેન્ટ થતી જોવા મળે છે. આવો જ એક ફેશન શો આજના રોજ અમદાવાદમાં સીજી રોડ પર આવેલ વેદિક ફેશન ખાતે યોજાયો હતો. જે સેવ નેચરની થીમ પર આધારિત હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફેશન ડિઝાઇનર પૂજા શુક્લાએ કહ્યું કે, “ક્લાઇમેટ(વાતાવરણ)થી પ્રભાવિત થઇને અમે સેવ નેચરની થીમ પર કલેક્શન તૈયાર કર્યું છે જેમાં ખાસ કરીને મોન્સુન સિઝન માટે લાઇટ ગ્રીન, યલો, બ્લૂ કલરના વસ્ત્રો તૈયાર કર્યાં છે જે રિયોન મટીરીયલ્સના બનેલાં છે જે વરસાદી વાતાવરણમાં કમ્ફર્ટેબલ રહે છે. ગુજરાતમાં વધારે કચ્છી વર્ક અને બાંધણીના વસ્ત્રોનું ચલણ છે, જેનો ટ્રેન્ડ ફોરેનમાં પણ જોવા મળે છે. આનો હેતુ લોકોમાં નેચર પ્રત્યે જાગરૂકતા લાવવાનો છે. ”


મૂળ રાજસ્થાની અને હાલ અમદાવાદ સ્થિત ફેશન ડિઝાઇનર પૂજા શુક્લા દ્વારા ડિઝાઇન કરાયેલાં કોસ્ચ્યુમ્સ, જેની વિશાળ શ્રેણી ઉપલબ્ધ છે. જેમાં ડિઝાઇન કરેલીચણીયાચોલી પણ હશે જે ૮થી ૧૦ મીટરના ઘેર સાથે કોટન અને સિલ્ક મટીરીયલ્સમાંથી બનાવેલી છે. વેદિક ફેશન સ્ટોરમાં ટ્રેડિશનલ અને મોડર્ન એમ બંન્નેપ્રકારના વસ્ત્રો ઉપલબ્ધ છે, ઉપરાંત અલગ અલગ તહેવારોને ધ્યાનમાં રાખીને ક્લેક્શન રજૂ કરવામાં આવે છે.