અમદાવાદ: પૈસા માટે સીનિયર ડોક્ટરે તમામ માનવતા અને શરમ નેવે મુક્યાં
* મૃત નવજાત શિશુઓના શબ ને ઠેકાણે પાડવાનો ડોક્ટર પર આરોપ
* સગીરાનો ગર્ભપાત કરી નવજાતનો નિકાલ કરવા 15 હજારમાં કર્યો
* અગાઉ પણ અનેક વિવાદોમાં સપડાઈ ચુકેલા છે આ સિનીયર ડોક્ટર
મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરમાં કોરોનાની મહામારી વચ્ચે માનવતા પણ મરી પરવારીનો કિસ્સો સામે આવ્યો છે. તાજેતરમાં જ મણીનગરનાં આવકાર હોલ પાસેથી ત્યજી દેવાયેલ નવજાતબાળકીનું ભ્રુણ મળી આવ્યું હતું. જે અંગે પોલીસે તપાસ કરતા મણિનગર પોલીસે આરોપી ડોક્ટરની ધરપકડ કરી છે.
ગુજરાતમાં શાળાઓની દાદાગીરી: મહારાણી કન્યા વિદ્યાલયે બાળકોને પુસ્તકોનાં બહાને શાળાએ બોલાવ્યા
આમતો આપણા સમાજમાં ડોક્ટરને ભગવાનનું બીજું રૂપ માનવામાં છે, પરંતુ ઘણાં એવા પણ ડોકટરો છે જે બીજા અન્ય ડોકટરોના નામને વગોવી કલક લગાડવાનું કામ કરે છે. અમદાવાદના મણીનગરમાં એક એવો જ કિસ્સો સામે આવ્યો કે જેનાથી ડોક્ટર પર સૌ કોઈ ફિટકાર વરસાવી રહ્યા છે. આ અંગેનાં બનાવની વાત કરીએ તો છેલ્લા એક વર્ષથી પ્રેમ સબંધમાં બંધાયેલા સગીર વયના પ્રેમી યુગલ વચ્ચે શારીરિક સબંધનાં પગલે સગીરા ગર્ભવતી થઇ હતી. પરિવારને આ બાબતની જાણ થતાં પરિવારજનોએ ઘોડાસર વિસ્તારમાં આવેલા " કેવલ મેડિકેર સેન્ટર" ખાતે જઈને સગીરાનો ગર્ભપાત રૂપિયા 15,000 આપીને કરાવી દીધો હતો.
સુરત: નકલી ટોસિલિઝુમેબ ઇન્જેક્શનનું કૌભાંડ સુરતથી ઝડપાયું, 8 લાખનો મુદ્દામાલ જપ્ત
ગણતરીના દિવસોમાં એટલેકે 12 દિવસની અંદર જ મણિનગર પોલીસે મૃત હાલતમાં ભ્રુણ ફેંકનાર શખ્શની ધરપકડ કરી લીધી. નવાઈની વાત એ છે કે આ કારસ્તાન કરનાર પ્રેમી યુગલ જેટલો ભાગીદાર છે તેનાથી વધુ ડોક્ટર ખુદ પોતે જ છે કેમ કે રૂપિયાની લાલચે ડોક્ટર ચેતન શાહે ગર્ભપાત કરી ભ્રુણનો પણ નિકાલ કરવાનો સોદો કર્યો હતો. ઘોડાસર વિસ્તારમાં છેલ્લા 29 વર્ષથી પ્રેક્ટિસ કરતા આ ડોક્ટર ચેતન શાહ પ્રેમી યુગલનાં પાપમાં ભાગીદાર થયા. મહત્વની વાત છે કે આગાઉ પણ આજ ડોક્ટર દ્વારા આવા પ્રકારના કારનામા કર્યા હોવાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. પરંતુ અત્યારસુધી સત્તાવાર કોઈ ગુનો નહીં નોંધાતા ડોક્ટરની કાળા કામની પ્રેક્ટિસ ધમધોકાટ ચાલતી હતી પરંતુ હવે કાયદેસર કાર્યવાહી થતા ડોકટર સાહેબ પોલીસની પકડમાં આવ્યા છે ..મણિનગર પોલીસે હાલ તો ડોક્ટરની ધરપકડ કરી લીધી છે. પરંતુ આ સગીરા સાથે શારીરિક સબંધ બાંધનારા વિરુદ્ધ બળાત્કાર અને પોસ્કો એક્ટ મુજબ ગુનો નોંઘી મુખ્ય આરોપીની ધરપકડ કરવા માટેની કવાયત હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube