અમદાવાદ : ફરજમાં નિષ્કાળજી બદલ ચાર પોલીસ કર્મીઓ સસ્પેન્ડ, 5 PI ની વહીવટી કારણથી આંતરિક બદલી
શહેર પોલીસ માં ફરજ બજાવતા ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાતા પોલીસ વિભાગમાં ચર્ચા શરૂ થઈ છે કે, એક સાથે ચાર પોલીસ કર્મીઓને શા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા? ઝોન 4 ડીસીપી રાજેશ ગઢીયા દ્વારા સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા અને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અન્ય બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, સરદાર નગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રઘુ દેસાઈને સરકારી પિસ્તોલ ગુમ થઈ જવા બાબતે નિષ્કાળજી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
અમદાવાદ : શહેર પોલીસ માં ફરજ બજાવતા ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાતા પોલીસ વિભાગમાં ચર્ચા શરૂ થઈ છે કે, એક સાથે ચાર પોલીસ કર્મીઓને શા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા? ઝોન 4 ડીસીપી રાજેશ ગઢીયા દ્વારા સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા અને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અન્ય બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, સરદાર નગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રઘુ દેસાઈને સરકારી પિસ્તોલ ગુમ થઈ જવા બાબતે નિષ્કાળજી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
NEET ની પરીક્ષા આવતી કાલે ફરીવાર યોજાશે, સુપ્રીમ કોર્ટનાં આદેશ બાદ ફરી યોજાશે પરીક્ષા
જ્યારે અલ્પેશ દરજી મહીસાગર પોલીસના હાથે દારૂની હેરાફેરી કેસમાં ઝડપવામાં આવ્યો હતો તે દરમિયાન તેની ફરજ કન્ટેન્મેન્ટ વિસ્તારમાં હતી. તેમ છતાં તે દારૂની હેરાફેરી કરતા પકડાયેલ. બીજી તરફ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસકર્મીઓ બળાત્કારના આરોપમાં સંડોવાયેલા સુનિલ ભંડેરીને કોરોના પોઝિટિવ આવતા સિવિલ હોસ્પિટલમાં જાપ્તામાં રાખવામાં આવ્યા હતા. તે દરમિયાન પોલીસ કર્મી વનરાજ અને દિનેશ નામના આ બંને પોલીસ કર્મીઓ ની બેદરકારીને કારણે આરોપી સુનિલ ભંડેરી ફરાર ફરાર થયો હતો. જોકે બાદમાં સુનિલ ભંડેરીને ઝડપી લેવાયો હતો. પરંતુ ફરજમાં નિષ્કાળજી દાખવવા બદલ ડીસીપીએ સસ્પેન્શન ની કાર્યવાહી કરી છે.
ટ્રક ડ્રાઇવરોએ યુવતીને ફરવાના બહાને લાવી કરી હત્યા, પડકારજનક કેસ ક્રાઇમબ્રાંચે ઉકેલ્યો
જો કે બીજી તરફ અમદાવાદ શહેરમાં વહીવટી કારણ દર્શાવીને પાંચ પોલીસ ઇન્સપેક્ટરની પણ બદલીઓ કરવામાં આવી હતી. ડી.જે ચુડાસમા પોલીસ ઇન્સપેક્ટરની સાબરમતી રીવરફ્રંટ (વેસ્ટ) પોલીસ સ્ટેશન ખાતે નિમણુંક થતા વી.એમ દેસાઇ વસ્ત્રાપુર-2 પોલીસ ઇન્સપેક્ટરની સાબરમતી રીવરફ્રંટ (વેસ્ટ) પોલીસ સ્ટેશનનાં ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવી છે.
(મૌલિક ધામેચા / ઉદય રંજન)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
નંબર | નામ | હાલનું ફરજપરનું સ્થળ | બદલી |
1 | આર.એ જાદવ | A.H.T.U | ટ્રાફીક L ડિવિઝન પો. સ્ટેશન |
2 | જે.એલ ચૌહાણ | ટ્રાફીક L ડિવિઝન પો. સ્ટેશન | મેઘાણીનગર-1 |
3 | ડી.જે ચુડાસમા | મેઘાણીનગર-1 | સાબરમતી રી.ફ્ર (ઇસ્ટ) પો.સ્ટેશન |
4 | એમ.બી બારડ | સરદારનગર 2 | માધુપુરા 1 |
5 | વી.એન રબારી | માધુપુરા -1 | A.H.T.U |