મૌલિક ધામેચા, અમદાવાદ: ગુજરાત (Gujarat) રાજ્યના અલગ અલગ જિલ્લાઓનાં બેરોજગાર યુવકોને મહિને રૂપિયા ૨૫ હજાર સુધી કમાવવાની લાલચ આપતી જાહેરાતો આપીને કરોડો રૂપિયા પડાવનાર બે માસ્ટર માઈન્ડની ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ ફ્રેન્ડશીપ ક્લબ (Friendship Club) ના નામે મેમ્બરશીપ (Membership) ના રજીસ્ટ્રેશન બહાને લોકો પાસેથી રૂપિયા બનાવીને છેતરપિંડી (Fraud) આચરતા હતા. આ બન્ને આરોપીઓએ વર્ષ ૨૦૧૫ થી અત્યાર સુધીમાં લગભગ ૨૫૦૦ જેટલા લોકો પાસેથી રૂપિયા દોઢ કરોડથી પણ વધારે રૂપિયા પડાવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાવાઝોડાના પગલે વલસાડના 84 ગામોમાં એલર્ટ જાહેર, 108 એમ્બ્યુલન્સની ટીમ સ્ટેન્ડ બાય રાખવાના આદેશ


સાયબર ક્રાઈમે (Cyber Crime) આરોપી સહદેવસિંહ જાડેજા અને રાહુલ બારીઆ નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓએ આપેલી જાહેરાતમાંથી જો કોઈ વ્યક્તિ તેમનો સંપર્ક કરે તો અલગ-અલગ સ્કીમો પ્રમાણે રૂપિયા પડાવતા હતા અને જે તે વ્યક્તિએ સારા ઘરની મહીલાઓને હોટલમાં લઇ જઇને તેમની ઈચ્છા પ્રમાણે સંતોષ આપવા માટે જણાવતા હતા. 

તૌકતે વાવાઝોડાના પગલે 21 જિલ્લાના 84 તાલુકામાં વરસાદ નોંધાયો, 6 તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ


જેના બદલામાં આ લેડીઝ તેઓને રોકડા રૂપિયા અથવા તો ગિફ્ટ આપશે એવી લાલચ પણ આપતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી પોલીસે 11 મોબાઈલ, 7 ડાયરી, 19 એ ટી એમ કાર્ડ, 5 આધાર કાર્ડ, 5 પાન કાર્ડ, 7 ચેક બુક અને 5 પાસ બુક પણ કબ્જે કરી છે. પોલીસ એ કબ્જે કરેલ ડાયરીમાં આરોપીઓએ કરેલ છેતરપિંડીની હકીકતોનો પર્દાફાશ થયો છે. જેના પર નજર કરીએ તો..


વર્ષ 2015 -16 માં 837 વ્યક્તિઓ પાસે થી રૂપિયા 13,65,898 રૂપિયા પડાવ્યા છે. 


વર્ષ 2017 માં 756 વ્યક્તિઓ પાસે થી રૂપિયા 43,22,275 રૂપિયા પડાવ્યા છે. 


વર્ષ 2018 માં 513 વ્યક્તિઓ પાસે થી રૂપિયા 51,35,993 રૂપિયા પડાવ્યા છે. 


વર્ષ 2019 માં 135 વ્યક્તિઓ પાસે થી રૂપિયા 22,48,158 રૂપિયા પડાવ્યા છે. 


વર્ષ 2020 માં 187 વ્યક્તિઓ પાસે થી રૂપિયા 17,237,545 રૂપિયા પડાવ્યા છે. 


વર્ષ 2021 માં 97 વ્યક્તિઓ પાસે થી રૂપિયા 06,46,049 રૂપિયા પડાવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube