ઝી મીડિયા બ્યૂરો: અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના શહેરોમાં કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો. અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ થતા શહેરના ઘટલીડિયા, મેમનગર, ચાંદલોડિયા, એસજી હાઇવે, ચાંદખેડા, પ્રહલાદનગર સહિતના અનેક વિસ્તારોમાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, હવામાન વિભાગ દ્વારા આગાહી કરતા જણાવ્યું હતું આગામી 3 થી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બંગાળની ખાડીમાં સર્જાયેલા સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરથી અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. ત્યારે વહેલી સવારથી રાજ્યમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. અમદાવાદમાં સવારે 10 વાગ્યાની આસપાસ વરસાદી ઝાપટાં સાથે શરૂ થયેલા વરસાદે જોર પકડ્યું હતું. ધોધમાર વરસાદ પડતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં ધોધમાર વરસાદને કારણે શહેરના ઘટલીડિયા, મેમનગર, ચાંદલોડિયા, એસજી હાઇવે, ચાંદખેડા, પ્રહલાદનગર, સાબરમતિ, આરટીઓ સર્કલ, હેલ્મેટ સર્કલ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.


નવરાત્રિ માટે ખેલયાઓ તૈયાર, શેરી ગરબામાં આકર્ષણનું કેન્દ્ર બનશે આ ભારે ભરખમ પાઘડી


રાજ્યમાં અત્યાર સુધીમાં 83 ટકા વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 147 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ છોટાઉદેપુર, વડોદરા અને બનાસકાંઠામાં પડ્યો છે. ડીસા, ક્વાંટ અને ડભોઈમાં વરસાદને કારણે લોકો રાહત અનુભવી રહ્યા છે. જ્યારે આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 14 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં સુરેન્દ્રનગર, મહેસાણા અને પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. દસાડામાં 18 મિમી, ખેરાલુમાં 15 મિમી અને વડનગરમાં 10 મિમી વરસાદ પડ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 83 ટકા વરસાદ પડ્યો છે.


ગુજરાત વિધાનસભામાં આજથી ચોમાસું સત્રનો પ્રારંભ, ગૃહને મળશે પ્રથમ મહિલા સ્પિકર


રાજ્યના આ જિલ્લામાં વરસાદની આગાહી
રાજ્યમાં 28 સપ્ટેમ્બરે આણંદ, દાહોદ, મહિસાગર, નર્મદા, બનાસકાંઠા, છોટાઉદેપુર તેમજ 29 સપ્ટેમ્બરે 40 થી 60 કિમીની ગતિના પવન સાથે દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 30 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં આણંદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરુચ અને તાપીમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube