અમદાવાદ: ત્રણેય આરોપીના બ્રેઇન-નાર્કો ટેસ્ટનો પ્રાથમિક રિપોર્ટ નેગેટિવ
યુવતી અગાઉ ક્રાઇમબ્રાંચ અને જેસીપી ભટ્ટ પર પણ છાંટા ઉડાડી ચુકી છે ત્યારે આવેલો અહેવાલ આંખ ઉઘાડનારો
અમદાવાદ : સેટેલાઇટ ગેંગરેપ મુદ્દે ત્રણ આરોપીઓના નાર્કો અને બ્રેઇન મેપિંગ ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. આ ટેસ્ટ ક્રાઇમ બ્રાન્ચને પણ સોંપી દેવાઇ છે. સુત્રો અનુસાર આ કેસના મુખ્ય ત્રણ આરોપીઓ યામિની નાયર, વૃષભ મારૂ અને ગૌરવ દાલમિયાનો નાર્કો તથા બ્રેઇન મેપિંગ ટેસ્ટનો પ્રાથમિક રિપોર્ટ નીલ આવ્યો છે. જેનો સ્પષ્ટ અર્થ થાય છે કે, ત્રણેય નિર્દોષ હોવાની વાત સામે આવી છે.
ગત 28 જુનના રોજ અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં રહેતી 22 વર્ષની એક યુવતીએ પોલીસ ફરિયાદ કરી હતી કે, ગત માર્ચ મહિનામાં તેની સાથે ચાલુ ગાડીમા ગેંગરેપ થયો હતો. યુવતીની ફરિયાદ અનુસાર માર્ચમાં તે પોતાનું એક્સેસ લઇને રાત્રે સાડા આઠ વાગ્યે નહેરૂનગર ઝાંસીની રાણી વચ્ચે સર્વિસ રોડ પર ઉભી હતી ત્યારે એક એસયુવી પ્રકારની ગાડીમાં આવેલા ચાર લોકોએ તેને કેફી પદાર્થ સુંઘાડ્યા બાદ તેને ગાડીમાં બેસાડી દીધી હતી.
કથિત પીડિતાનો આરોપ હતો કે તેની સાથે ગેંગરેપ કરવામા આવ્યો હતો અને અને તેના ગુપ્ત ભાગે લાકડી નાખવામાં આવી હતી. આ સમયે બે લોકો તેનો વીડિયો ઉતારવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેનો વીડિયો લીક કરી દેવાની ધમકી વારંવાર આપવામાં આવતી હતી. ઉપરાંત તેના બોયફ્રેંડને મારી નાખવાની પણ ધમકી આપીને વારંવાર તેની પાસે પૈસાની માંગણી કરવામાં આવી રહી હતી.