અમદાવાદ : શહેરમાં એક યુવતી દ્વારા પૂર્વ પ્રેમીની ફિયાન્સીના ન્યૂડ ફોટો વાયરલ કરવાનાં આરોપમાં ધરપકડ કરી છે. યુવતીએ એક્સ બોયફ્રેન્ડની  ફિયાન્સીનાં નામનથી ફેક ઇન્સ્ટાગ્રામ આઇ.ડી બનાવી પ્રોફાઇલમાં તેના ફોટા મુક્યાં હતા. જેમાં પીડિત યુવતીની ફરિયાદના આધારે સાયબર ક્રાઇમે ગુનો નોંધીને 22 વર્ષની યુવતી સામે ગુનો દાખલ કરીને અટકાયત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર 22 વર્ષની એક યુવતીએ તેને એક્સ બોયફ્રેન્ડની સગાઇ તોડવા માટે તેની ફિયાન્સીનાં નામથી ઇન્સ્ટાગ્રામમાં ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. યુવતીએ ત્યાર બાદ પ્રોફાઇલમાં ન્યૂડ ફોટા મુકીને પૂર્વ પ્રેમિને રિકવેસ્ટ મોકલી હતી. આ જોઇને યુવકે તેની ફિયાન્સીને પુછતા તેણે પોતાનું આવુ એકાઉન્ટ નહી હોવાનું જણાવ્યું હતું. જેથી યુવકે સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરી હતી. 


પોલીસે આ અંગે આઇ.પી લોગ્સની માહિતી મેળવતા જે યુવતીના મોબાઇલમાંથી આ એકાઉન્ટ બન્યું તે યુવકની પૂર્વ પ્રેમિકા હોવાનું સામે આવ્યું હતું. યુવકે બ્રેકઅપ કરી લેતા બદલો લેવા માટે આ કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું હતું. આરોપી યુવતીની અટકાયત કરતા તેણે કહ્યું કે, ફરિયાદીની ફિયાન્સી સાથે તેના પ્રેમ સબંધ હતા. જો કે બંન્નેના ઘરે સંબંધની ખબર પડી જતા સંબંધ તુટી ગયા હતા.


યુવકે અન્ય યુવતી સાથે સગાઇ કરી લેતા પ્રેમિકાએ બદલો લેવા માટે આ કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું હહતું. યુવતીએ પોતાનાં મંગેતરને ઇન્સ્ટાગ્રામના ચેટમાં પર્સનલમાં મોકલેલી ન્યૂડ તસ્વીરો સેવ કરીને ફેક આઇડી બનાવી તેમાં અપલોડ કરી દીધા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube