Ahmedabad Property : 2029નું યુથ ઓલિમ્પિક અને 2036ની ઓલિમ્પિક રમતો રમાડાશે. જેના માટે અત્યારથી જ આયોજનો થઈ રહ્યાં છે. આગામી યૂથ ઓલિમ્પિક 2029 અને ઓલિમ્પિક 2036ના યજમાન બનવા ગુજરાતે અત્યારથી જ તૈયારીઓ આરંભી છે. ત્યારે અમદાવાદ ગોધાવી ગામમાં મોટું આયોજન થઈ રહ્યું છે. ઓલિમ્પિક માટે અમદાવાદના ગોધાવી ખાતે 500 એકરની એગ્રિકલ્ચર ઝોનને રદ કરાયો છે. તેના બદલે તેને પ્રતિબંધિત સંસ્થાકીય, રમતગમત (ખેલકૂદ) અને આનંદપ્રમોદની પ્રવૃત્તિઓ માટે રિર્ઝવ જાહેર કરાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં ઓલિમ્પિક માટે ભવ્ય તૈયારી થઈ રહી છે. ઔડા દ્વારા વર્ષ 2014 માં ગોધાવીની જમીનને ખેતી માટે અનામત જાહેર કરાઈ હતી. ત્યારે આ જમીનમાં મોટો ફેરફાર કરાયો છે. શહેરી વિકાસ વિભાગે 12 સપ્ટેમ્બરે આ અંગેનું નોટિફિકેશન જાહેર કર્યું છે. જેમાંથી 500 એકરની જમીનનું એગ્રિકલ્ચર ઝોન કેન્સલ કરાયું છે. તેને બદલે તે પ્રતિબંધિત સંસ્થાકીય, રમતગમત (ખેલકૂદ) અને આનંદપ્રમોદની પ્રવૃત્તિઓ માટે રિર્ઝવ જાહેર કરાયો છે. આ જમીનને રેવન્યુ સર્વે નંબરની જમીન KZ3 ઝોન હેઠળ આવરી લેવાઈ છે. તેથી હવે આ જમીન પર હાઉસિંગ, કોર્મશિયલ અને રિટેલ જેવી અન્ય કોઈ જ પ્રવૃતિઓને મંજૂરી નહિ આપવામાં આવે. 


જેના માટે આખા ગામમાં હંગામો કર્યો, ગોંડલ માર્કેટ યાર્ડનું એ ચાઈનીઝ લસણ ન હતું


ગોધાવીમાં 10 હજાર કરોડના ખર્ચે 500 એકરનું ભવ્ય સ્પોર્ટ્સ સિટી બનાવાશે
ગત વર્ષે ઓલિમ્પિક સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, રમત-ગમત રાજ્ય મંત્રી અને રમત-ગમત અગ્ર સચિવ તથા વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. ઔડા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વિવિધ NGOએ આ પ્રારંભિક તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ શહેરની હદને અડીને આવેલા વિસ્તારોમાં કેટલાક પ્રોજેક્ટ્સ અમલી બનાવવાનું શરૂ કર્યું છે. અમદાવાદ મહાનગરની આસપાસના વિસ્તારોમાં આ બે વૈશ્વિક સ્તરના રમતોત્સવ માટે કયા પ્રકારની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝ ઊભી થઈ શકે અને જુદા જુદા હિતધારકોનો સહયોગ-સંકલન થઈ શકે તે માટે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ઘનિષ્ઠ ચર્ચા-વિચારણાઓ કરવામાં આવી હતી. જેમાં એસ.પી. રિંગરોડની પશ્ચિમે મણિપુર, ગોધાવી, ગરોડિયા વિસ્તારોમાં નોલેજ એન્ડ સ્પોર્ટ્સ કોરિડોર ઊભો કરવાની બાબતે પણ વિચારાયું હતું.


ઓલિમ્પિક ૨૦૩૬ના આયોજન સંદર્ભે રાજ્ય સરકારના સંબંધિત વિભાગો અને ઔડા દ્વારા ગોધાવી વિસ્તારમાં થોડા સમય પૂર્વે જમીન અંગે સર્વે કરવામાં આવ્યો હતો, તેની જાણકારી પણ મુખ્યમંત્રીને આ બેઠક દરમિયાન આપવામાં આવી હતી. ઓલિમ્પિકના આયોજન માટે આ વિસ્તારમાં જમીનોના થયેલ સર્વેની સમીક્ષા કરવા અને સૂચિત સ્પોર્ટ્સ, સ્કિલ, નોલેજ ઝોન અમલી થાય તે માટેની જરૂરી કાર્યવાહી સત્વરે કરવા સૌ સંબંધિતોને જરૂરી દિશાનિર્દેશ અપાયા હતા. સરકાર દ્વારા આ વિસ્તારને સ્પોર્ટ્સ, સ્કિલ, એજ્યુકેશન માટેના ઝોન તરીકે વિકસિત કરવા માટે સર્વે, જમીન સંપાદન, પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપનાં વિકલ્પો વગેરેની સમીક્ષા કરાઈ હતી. 


સપ્ટેમ્બરની આ તારીખોએ ફરી આવશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગની છે આગાહી