Gym Trainer: જીમમાં યુવતીઓ પોતાનું ફિગર મેન્ટેન કરવા જતી યુવતીઓ સાવધાન થશો કેમ કે વટવા પોલીસની ગિરફ્તમાં પહોંચેલા એક યુવકનું નામ અંકિતસિંઘ ઠાકુર અને તે પોતે એક જીમમાં ટ્રેનર છે જે આજે વટવા પોલીસ સ્ટેશનના લોકઅપમાં પુરાયો છે. વટવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદની વિગતનો વાત કરી એતો આરોપી અંકિતસિંઘ ઠાકુર ઘોડાસર ચાર રસ્તા પાસે આવેલા જીમમાં ટ્રેનર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાનગી કંપનીમાં નોકરી કરતી 30 વર્ષીય યુવતીને શરીરનું વજન વધારવા ઘોડાસરમાં આવેલા જીમમાં મેમ્બરશીપ લીધી હતી. તે સમયે આ જીમ ટ્રેનર અંકિતસિંઘ ઠાકુર સાથે સંપર્ક થયો હતો. યુવતી એક દિવસ જીમમાં કસરત કરવા ગઈ હતી. ત્યારે અંકિત સીંઘે તેને શારીરિક અડપલાં કરતા યુવતીએ તેનો પ્રતિકાર કર્યો હતો. જે બાદ અંકિત સીંઘે યુવતીનો નંબર મેળવી તેને ફોન કરી માફી માંગી હતી. બંને વચ્ચે વાતચીત શરૂ થતાં આરોપીએ યુવતી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. જે પ્રસ્તાવ યુવતીએ સ્વીકારતા ગત એપ્રિલ મહિનામાં યુવતી અને આરોપી બંને નરોડામાં એક હોટલમાં ગયા હતા, જ્યાં યુવતી સાથે આરોપીએ બે વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા.


આ શારીરિક સંબંધ બાંધ્યા બાદ બંને વચ્ચે વધુ વાતચીત થતી એક અઠવાડિયા બાદ ફરીવાર યુવતીની સાથે આરોપી અન્ય એક હોટલમાં લઇ ગયો હતો . જે સમયે યુવતી એ આરોપીને પોતાની સાથે લગ્ન કરવાનું જણાવતા આરોપીએ પોતે ઊંચી જ્ઞાતિનો હોય અને યુવતી નીચી જ્ઞાતિની હોય તેવું કહીને લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો. જે પછી વારંવાર આરોપી એ યુવતીને ધમકીઓ આપતા અંતે આ સમગ્ર મામલે યુવતી એ વટવા પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા હતા અને આરોપી જીમ ટ્રેનર અંકિત સિંઘ ઠાકુર સામે દુષ્કર્મ અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવતા વટવા પોલીસે ગણતરીના ના કલાક માં જીમ ટ્રેનર અંકિતસિંઘ ઠાકોર ની ધરપકડ કરી હતી


યુવતીની દુષ્કર્મ અને એટ્રોસિટીની ફરિયાદના પગલે વટવા પોલીસે જીમ ટ્રેનર અંકિતસિંઘ ઠાકુરની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે યુવતી જે જીમમાં જતી હતી, ત્યાં આરોપી ટ્રેનર અને તેનો ભાઈ માલિક હતો. જોકે આ સમગ્ર કેસમાં પોલીસે યુવતીના આક્ષેપને લઈને પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ આરોપીની ધરપકડ બાદ આરોપી અને યુવતીના મેડિકલ તપાસની પ્રક્રિયા શરૂ કરી છે. ત્યારે જોવાનું રહ્યું કે આ કેસમાં પોલીસ તપાસમાં શું માત્ર આ એક જ યુવતી ભોગ બનનાર નીકળે છે કે અન્ય યુવતીઓ સાથે પણ આ પ્રકારના બનાવ બન્યા ના ખુલાસા થાય છે?