મૌલિક ધામેચા/અમદાવાદ :  અમદાવાદનો વધુ એક પોલીસકર્મી એન્ટીકરપ્શન બ્યુરોના છટકામાં લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે. એક જાગૃત નાગરિકે એસીબીને લાંચ નહીં આપવા બાબતે પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ આપી હતી. પ્રોહિબિશનના ગુનામાં આરોપી તરીકે પોતાનું નામ હોવાથી ધરપકડ નહીં કરી આગોતરા જામીન મેળવવા સુધીની સમય આપવા માટે માગણી કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરિયાદી પાસેથી લાંચની માગણી મેઘાણીનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ હસમુખ પટેલે કરી હતી. જે સંદર્ભે એસીબી આજે ફરિયાદીના નરોડા સ્થિત મકાન પાસે હેડ કોન્સ્ટેબલની રૂપિયા લેવા બોલાવી ઝડપી લીધો હતો. હાલ 60 હજાર રૂપિયાની રકમ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.


મહીસાગર : રેપ વિથ મર્ડર કેસનો આરોપી પકડાયો, વૃદ્ધાએ એક મહિના પહેલા ઠપકો આપ્યો હતો તેનો બદલો લીધો


ઉલ્લેખનીય છે કે ,છેલ્લા ઘણા સમયથી આરોપી હસમુખ પટેલ હેડ કોન્સ્ટેબલ તરીકે અમદાવાદના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા હતા અને હાલમાં તેમની ફરજ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં હોવાનું સામે આવ્યું છે. એસીબીએ 60 હજાર રૂપિયાની રકમ કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી છે.


જુઓ LIVE TV :