અમદાવાદમાં સતત ત્રીજા દિવસે વરસાદ, લોકોમાં ખુશીનો માહોલ
અમદાવાદમાં સતત ત્રીજા દિવસે પણ મેઘરાજાની પધરામણી થઈ હતી.
અમદાવાદઃ શહેરમાં ચોમાસાની મોસમ જામી છે. સતત ત્રીજા દિવસે પણ વરસાદની પધરામણી થઈ હતી. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો.
શહેરના ક્યા-ક્યા વિસ્તારોમાં વરસાદ
આજે અમદાવાદના, સેટેલાઇટ, જોધપુર, વસ્ત્રાપુર, શાહીબાગ, નિકોલ, બાપુનગર, દાણીલીમડા, કાલુપુર, જીવરાજપાર્ક, એસજી હાઇવે, વસ્ત્રાલ, શહિત શહેરના તમામ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે વાતાવરણ ઠંડુ થઈ ગયું છે. તો શહેરીજનોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
રાજ્યના હવામાન વિભાગ દ્વારા 20 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં, બનાસકાંઠા, પાટણ, આણંદ, તાપી, મહેસાણા, અમદાવાદ, નર્મદા, ડાંગ, રાજકોટ, ગાંધીનગર, બરોડા, જુનાગઢ, પોરબંદર, મોરબી, દ્વારકા, સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, કચ્છ સહીતના જિલ્લાઓ શામેલ છે. જયારે પંચમહાલ, અમરેલી, ભાવનગર, ખેડા, ગોધરા, અરવલ્લી, સુરત સહીતના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.