અમદાવાદના રસ્તા ફરી એકવાર લોહીથી ભીંજાયા, નારોલમાં રાહદારીને ટક્કર મારી કારચાલક ફરાર
- અમદાવાદના નારોલથી પીરાણા જવાના રસ્તા પર હિટ એન્ડ રનનો બનાવ બન્યો
- નોકરી પર ટિફીન લઈને જતા શખ્સને બોલેરો કારના ચાલકે ઉડાવ્યો, ઘટનાસ્થળે મોત નિપજ્યું
ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદના રસ્તા પર વધુ એક વખત હિટ એન્ડ રન (hit and run) ની ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદમાં રાહદારીઓને ગાડીથી ટક્કર મારીને ભાગી જવાના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે આ વખતે અકસ્માત અમદાવાદ (Ahmedabad) ના નારોલથી પીરાણા જવાના રસ્તા પર બન્યો છે. કારચાલકે ટક્કર મારીને એક રાહદારીને ઉડાડ્યો હતો, જેમાં તેનુ ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું.
આ પણ વાંચો : FSL એ સ્વીટી પટેલ વિશે એવો પ્રશ્ન પૂછ્યો કે હત્યારા અજય દેસાઈને પરસેવો છૂટી ગયો હતો
આજે ગુરુવારની સવારે એક વ્યક્તિ પોતાની નોકરી અર્થે ટિફિન લઈને જઈ રહ્યા હતા, એ સમયે રસ્તો ક્રોસ કરતા સમયે બોલેરો કારે તેને ટક્કર મારી હતી. કારના ચાલકે રાહદારીને અડફેટે લેતા ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ ટ્રાફિક પોલીસ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. તપાસ કરતાં માલૂમ પડ્યું કે, એક બોલેરો કારચાલક અકસ્માત (accident) કરી ફરાર થઈ ગયો હતો.
આ પણ વાંચો : ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો સાસુ-વહુનો ઝઘડો, સાસુને ખખડાવીને કોર્ટે 10 હજાર દંડ ફટકાર્યો
GJ27 TT 5385 નંબરની બોલેરો કારે રાહદારીને ટક્કર મારી હોવાનુ તપાસમાં સામે આવ્યુ છે. આ બોલેરો કાર હાર્દિક શાહના નામે આરટીઓમાં રજિસ્ટર્ડ છે. રજિસ્ટ્રેશનમાં હાર્દિક શાહનું સરનામુ ખોખરાના સુરીકેષનગર ભાયપુરા રોડનુ હોવાનું ખૂલ્યું છે.
તો બીજી તરફ, મૃતક વ્યક્તિની હજુ સુધી કોઈ જ ઓળખ થઈ નથી. ટ્રાફિક પોલીસે મૃતક વ્યક્તિની ઓળખ તથા બોલેરો ચાલકની શોધખોળ શરૂ કરી છે.
આ પણ વાંચો : સુરેન્દ્રનગર : ગુપ્ત ઘનની લાલચમાં ખોદીને વેરવિખેર કરી નાંખ્યુ આખું શિવ મંદિર