ઝી મીડિયા/બ્યૂરો :અદાવાદના બહુચર્ચિત શિવરંજની હિટ એન્ડ રન (hit and run) કેસમાં શ્રમિક પરિવારને કચડનાર આરોપી યુવક પર્વ શાહ ગઈકાલે સાંજે પોલીસ સામે હાજર થયો હતો. પર્વ શાહને ટ્રાફિક પોલીસ દ્વારા આજે બપોર બાદ કોર્ટમાં રજૂ કરાશે. ત્યારે તેની સાથે ભાગી ગયેલા મિત્રોને પણ પોલીસે પકડી લીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રણેય મિત્રોની બે કલાક પૂછપરછ કરી 


સેટેલાઈટ પોલીસે પર્વ શાહ તથા તેના અન્ય 3 મિત્રોને પોલીસ સ્ટેશનમાં હાજર કર્યા હતા, જે તમામ પર્વ શાહ સાથે અકસ્માત બાદ ભાગી છૂટ્યા હતા. હાલ પોલીસ આ તમામ યુવકોની પૂછપરછ કરી રહી છે. પોલીસે ત્રણેય મિત્રોની બે કલાક સુધી પૂછપરછ કરી હતી. ચારેય લોકો સામે 188 જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે. 304ની કલમ ઉમેરવા માટેનો રિપોર્ટ કોર્ટમાં કરાયો છે. પોલીસે ત્રણેયને અલગ અલગ બેસાડીને તેમના નિવેદન નોંધાયા હતા. 


કારમાં ચાર યુવકો સાથે હતા


જ્યારે અકસ્માત સર્જાયો હતો ત્યારે શૈલેશ શાહની કારમાં ચાર યુવકો સવાર હતા. જેમાં એક હતો તેમનો દીકરો પર્વ શાહ. પર્વની સાથે રિષભ શાહ, દિવ્ય શાહ અને પાર્થ શાહ પણ સવાર હતા. જેમાંતી રિષભ શાહ અને દિવ્ય શાહ બે ભાઈઓ છે. ચારેય યુવકો અકસ્માત બાદ ત્યાંથી ગભરાઈને ભાગી ગયા હતા. એક મિત્રને ત્યાંના લોકોએ માર માર્યો હતો. જોકે હજાર થયેલા 3 મિત્રો માંથી એક મિત્રને પગમાં ઇજા થઇ છે.