અમદાવાદ : હાલ ગુજરાતની સ્થિતિ કોરોનાને કારણે ખુબ જ કફોડી થઇ છે. તેવામાં ખાસ કરીને અમદાવાદ અને સુરતની સ્થિતી વધારે વિપરિત છે. જેના કારણે હાલ નાગરિકોને સારવાર માટે હોસ્પિટલમાં જગ્યા પણ નથી મળી રહી. તેવામાં રાજ્યનાં યુનિવર્સિટી ગ્રાઉન્ડ (GMDC  ગ્રાઉન્ડ) ખાતે વિશાળ 900 બેડની હોસ્પિટલ DRDO દ્વારા કાર્યરત કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ હોસ્પિટલની તૈયારીઓનો તાગ મેળવવા અને ડ્રાયરનમાં ખુદ ગૃહમંત્રી અમિત શાહ આવ્યા છે. તેમણે ગુજરાતની કોરોના અંગેની સ્થિતિનો તાગ મેળવવા માટે પણ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં તમામ હાઇલેવલનાં અધિકારીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત તેમની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતનાં તમામ ટોચના અધિકારીઓ સાથે ગૃહમંત્રી અમિત શાહ બેઠક યોજી રહ્યા છે. 


આ બેઠકમાં ગૃહમંત્રી સાથે મુખ્ય સચિવ અનિલ મુકીમ, આરોગ્ય સચિવ જયંતી રવિ, આઇએએસ કૈલાસનાથન, આરોગ્ય કમિશ્રન જયપ્રકાશ શિવહરે, સહિત અનેક ટોચનાં અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠક બાદ તેઓ પત્રકાર પરિષદને સંબોધિત કરશે. સ્થિતી અંગે પત્રકારોને માહિતગાર કરશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube