અતુલ તિવારી/અમદાવાદ :સરકારી વીમા કંપનીઓ (insurance company) ના ધંધિયા અને એ બાબતે અનેક રજૂઆતો બાદ પણ કોઈ નિવારણ ન આવતા અમદાવાદની ખાનગી હોસ્પિટલો તેમજ નર્સિંગ હોમ કેશલેસ સુવિધા બંધ કરશે. 15 જાન્યુઆરીથી અમદાવાદની અંદાજે 125 જેટલી ખાનગી હોસ્પિટલો - નર્સિંગ હોમ્સ સરકારી વીમા કંપનીઓ જેવી કે ધી ન્યુ ઇન્ડિયા એસયોરન્સ, ધી ઓરીએન્ટલ ઇન્સ્યોરન્સ, નૅશનલ ઇન્સ્યોરન્સ અને યુનાઇટેડ ઇન્ડિયાની કેશલેસ સુવિધાઓ બંધ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારી વીમા કંપનીઓ દ્વારા ઊભી કરાયેલી મુશ્કેલીઓ અંગે સમાધાન ન આવતા આખરે કે કેશલેસ સુવિધા બંધ કરાશે. અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડોકટર કિરીટ ગઢવીએ જણાવ્યું કે, સરકારી વીમા કંપનીઓએ છેલ્લા પાંચ વર્ષથી ચાર્જનું કોઈ રીવિઝન કર્યું નથી. પાંચ વર્ષમાં વીમા કંપનીના પ્રીમિયમ બે થી ત્રણ ગણા વધ્યા છે. તમામ સર્વિસ તેમજ સ્ટાફને લગતા ખર્ચમાં ખાસ્સો વધારો થવાથી હોસ્પિટલોને સરકારી વીમા કંપનીઓના ધારકોને અપાતી સારવારનો ખર્ચ રિચાર્જ આપવામાં આવે છે તેની સામે પોસાય તેમ નથી. જ્યારે હોસ્પિટલોએ આ બાબતે રજૂઆત કરી ત્યારે 40 ટકા ઓછા ચાર્જ આપવાની વાત સરકારી વીમા કંપનીઓના અધિકારીઓએ કરી છે. વીમા કંપનીઓ ચાર્જ નક્કી કરતી વખતે ડોક્ટરોની સિનિયોરિટીને પણ ધ્યાને ન રાખતી હોવાનો હોસ્પિટલ અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન દ્વારા આક્ષેપ કરાયા. ચાર્જ બાબતના પ્રશ્નોનો ઉકેલ લાવવા તેને ફુગાવાના દર સાથે જોડવાનું સૂચન કરાયું છે. સરકારી વીમા કંપનીઓ દ્વારા હોસ્પિટલને પેનલ પર લેવામાં પણ ભેદભાવ રખાતો હોવાનો તેમજ વહાલા દવલાની નીતિ અપનાવાતી હોવાનો આક્ષેપ કરાયો હતો. 


આ પણ વાંચો : મોત એવુ ધીમા પગલે આવ્યું કે, મૃત્યુ પર પ્રવચન આપતા મહારાજને પણ ખબર ન પડી.... 


આહનાના સેક્રેટરી ડોકટર વીરેન શાહે જણાવ્યું હતું કે, સરકારી વીમા કંપનીઓએ આ બાબતમાં પારદર્શિતા લાવવાની જરૂર છે, અમે તેમને તમામ મદદ કરવા તૈયાર છીએ. સરકારી વીમા કંપનીઓ દ્વારા થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટરે દર્દીઓ તેમજ હોસ્પિટલની મુશ્કેલીમાં વધારો કરેલ છે. હોસ્પિટલ તેમજ નર્સિંગ હોમ 24 કલાક કાર્યરત હોય તેવા સંજોગોમાં TPA, લિમિટેડ સમય માટે કેવી રીતે કાર્ય કરી શકે? મોટા ભાગે TPA ની ઓફિસો શનિવારે બંધ હોવાથી અને સાંજે બંધ થઈ જવાથી દર્દી તેમજ હોસ્પિટલને સમસ્યા પડે છે. IRDA એ દ્વારા TPA ને તેમની ઓફિસ 24 કલાક ચાલુ રાખવા સૂચના અપાઇ હોવા છતાં તેનો અમલ નથી કરતો. ટીપીએમાં ક્લેઈમ સંબંધિત નિર્ણય લેવામાં કોઈ ક્વોલિફાઈડ ડોક્ટરોની નિમણૂક નથી હોતી. તેમની અણ-આવડતને કારણે કવેરીઓ કાઢી દર્દીની સારવાર માટે વિલંબ કરાતો હોવાની ફરિયાદો પણ એસોસિએશન મળી છે. જેના કારણે ઘણી વખત ડિસ્ચાર્જ વખતે પણ વિલંબ થતા દર્દી અને હોસ્પિટલ વચ્ચે ઘર્ષણ પણ થવાની ઘટનાઓ બની રહી છે. સરકારી કંપની દ્વારા ક્લેઈમ સામે પેમેન્ટ ખુબ મોડું મળતું હોય છે. 30 દિવસની મર્યાદા હોવા છતાં સરકારી વીમા કંપનીઓ દ્વારા સમયસર નાણાંની ચુકવણી પણ કરાતી નથી. દર્દીઓને પણ આવી તકલીફનો સામનો કરવો પડે છે. મનફાવે તેવી રકમમાં કપાત વીમા કંપનીઓ કરી રહી છે.