જાવેદ સૈયદ/અમદાવાદ: અમદાવાદના વેજલપુર વિસ્તારમાં પતિ પત્નીનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. પતિએ ચુંબન કરવાના બહાને પત્નીની જીભ કાપી નાખી હતી. જેમ પત્નીએ જીભ આગળ કરી તેમ પતિએ છરી વડે જીભ પર ઘા માર્યો હતો. પત્નીને જીભ પર ઘા મારી પતિ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે, તેણે પત્નીને ક્યાં કારણોસર જીભ પર ઘા માર્યું તે હાલ અકબંધ છે. જોકે, પત્નીએ પતિ સામે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોધાવતા પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેજલપુર વિસ્તારમાં મહેરાજ સોસાયટીમાં અય્યુબભાઈ મન્સૂરી રહે છે. વ્યવસાયે નર્સ એવી મહિલા સાથે અયુબભાઈએ બીજા લગ્ન કર્યા હતા. લગ્ના થોડા દિવસો બાદ જ પત્ની સાથે તેમના ઝઘડા શરૂ થયા હતા. બંને વચ્ચે તકરારો વધી રહી હતી. ત્યારે બુધવારની રાત્રે અય્યુબભાઈએ પત્નીને કિસ કરવાનું કહ્યું હતું જીભ પર છરી ફેરવી હતી. ત્યાર બાદ પતિ ત્યાંથી નાસી છૂટ્યો હતો.


જામનગર: કેમિકલ હોનારતથી માનવજાતને બચાવવા ડીઝાસ્ટર મેનેજમેન્ટની મોકડ્રીલ


પત્ની પર ગુસ્સે થયેલા પતિએ બદલો લીધો હતો, અને પત્નીએ જેમ કિસ માટે જીભ આગળ કરી તેમ તેણે તરત જીભ પર છરી ફેરવી હતી. ત્યાર બાદ પતિ ત્યાંથી નાસી છૂટ્યો હતો.પતિની આ હરકત બાદ પત્નીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. જે ફરિયાદના આધારે પોલીસે આરોપી પતિ ઐયુબને ઝડપી પડ્યો છે. જયારે પત્ની અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.


જુઓ LIVE TV :