AHMEDABAD: પતિએ કહ્યું મારા મોટા ભાઇને ખુશ કરી દે, અને પછી...
શહેરનાં પોશ વિસ્તારમાં રહેતા પરિવારનો ખુબ જ શરમજનક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પરિણીતાને પોતાનાં પતિ જ પોતાનાં મોટા ભાઇ સાથે સંબંધ બાંધવા માટે વાઇફ સ્વેપિંગ કરવા માટે દબાણ કરતો હતો. જેનો વિરોધ પરિણીતાએ કરતા તેના પર સત તશારીરિક માનસિક ત્રાસ ગુજરતા હતા. પરિણામે પરેશાન પરિણીતા પોતાનાં પિયર જવા માટે મજબુર બની હતી. આ અંગે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
અમદાવાદ: શહેરનાં પોશ વિસ્તારમાં રહેતા પરિવારનો ખુબ જ શરમજનક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પરિણીતાને પોતાનાં પતિ જ પોતાનાં મોટા ભાઇ સાથે સંબંધ બાંધવા માટે વાઇફ સ્વેપિંગ કરવા માટે દબાણ કરતો હતો. જેનો વિરોધ પરિણીતાએ કરતા તેના પર સત તશારીરિક માનસિક ત્રાસ ગુજરતા હતા. પરિણામે પરેશાન પરિણીતા પોતાનાં પિયર જવા માટે મજબુર બની હતી. આ અંગે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
વૈભવી સોસાયટીમાં રહેતી એક યુવતી મુળ મહેસાણાની રહેવાસી છે. પરિવારથી સુખી નિશાએ અમદાવાદનાં યુવક સાથે સંમતિથી લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પતિ સાથે અમદાવાદ સંયુક્ત પરિવારમાં રહેતી હતી. જો કે યુવક બેરોજગાર હતો. સાસરિયામાં સતત તેના માટે રૂપિાય લાવવા માટે દબાણ કરતું હતું. એટલેથી વાત નહી અટકતા નિશાને નોકરી કરવા દબાણ કરવામાં આવતું હતું. આ બધાની વચ્ચે યુવતી અને યુવક બંન્ને વિદેશ જવાનું નક્કી કર્યું હતું.
બંન્ને નાઇજીરિયા ગયા હતા. જ્યાં યુવક યુવતી પર ત્રાસ ગુજારતો હતો. યુવતી ગર્ભવતી થઇ ભારત આવી હતી. બાળકનાં જન્મ બાદ યુવક પરત આવ્યો અને પછી તેણે યુવતી પર જેઠ સાથે સંબંધો બાંધવા માટે મજબુર કર્યો હતો. મારા મોટા ભાઇને તારે ખુશ કરવા પડશે તેવું કહેતો. ત્યાર બાદ તો યુવકનાં મોટાભાઇએ પણ યુવતી સાથે શારીરિક અડપલા શરૂ કર્યા હતા. યુવતીએ વિરોધ કરવા છતા સતત સેક્સ માટે પ્રયાસ કર્યો હતો. જેના કારણે યુવતી પોતાનાં પિયર પરત ફરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube