ઉદય રંજન/અમદાવાદ: કહેવાય છે ને કે દરેક રોગનો ઈલાજ શક્ય છે પરંતુ વહેમ અને શંકા નો કોઈ ઈલાજ નથી હોતો. અને આવો જ એક કિસ્સો અમદાવાદના પૂર્વ વિસ્તાર એવા રામોલ વિસ્તારમાં સામે આવ્યો છે. જેમાં દારૂડિયા પતિએ પોતાની પત્ની ઉપર શંકા રાખીને અવારનવાર તેની સાથે ઝઘડો કરતો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ઝઘડાની સીમા એટલી હદે વટી ચૂકી હતી કે મહિલાના પતિએ પોતાની જ પત્ની પર એસિડ નાખવાનો પ્રયાસ પણ કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા રામોલ વિસ્તારની સંત દેવ ટેનામેન્ટમાં એક મહિલા સિલાઈ કામ કરીને પોતાની આજીવિકા ઉભી કરવા માટે મજબૂર બની છે. પરંતુ આ સિલાઈ કામને લઈને પોતાની પત્ની પર શંકા રાખીને તેની સાથે મારઝૂડ કરતો હતો. 


આખરે કંટાળેલી પત્ની પોતાના પિયર આવી ગઈ હતી અને દારૂના નશામાં એક દિવસ મહિલાનો પતિ મહિલાના ઘરે આવીને ઝઘડો કરવા લાગ્યો હતો અને પોતાની પાસે રહેલા એસિડ ભરેલી બોટલ પત્ની પર નાંખી હતી. પરંતુ મહિલાએ તેના પતિનો હાથ પકડી લીધો હતો. જેથી થોડા ઘણા એસિડના છાંટા મહિલાના શરીરના ભાગે ઉડયા હોવાથી આખરે પત્નીએ સમગ્ર બાબતની જાણ પોલીસને કરી હતી. રામોલ પોલીસે સત્તાવાર ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ છે.


પતિએ જ પોતાની પત્નીને સિલાઈનું કામકાજ શીખવાડ્યું અને બાદમાં પતિ જ કામકાજ છોડીને દારૂના રવાડે ચઢી ગયો હતો. પત્ની સાથે કોઈની કોઈ બાબતે માથાકૂટ અને ઝઘડો કરતો હતો. આખરે જ્યારે કંટાળીને પરિણીતા પોતાના પિયરમાં આવી ગઈ ત્યારે એક દિવસ રાત્રે દારૂના નશામાં ચિક્કાર હાલતમાં તેનો પતિ આવ્યો અને પોતાની બેંકની પાસબુક અને એટીએમ કાર્ડ માંગ્યા હતા. 


પોતાની પત્નીને પોતાની જોડે આવવા માટે કહ્યું હતું પરંતુ પીડિત પત્નીએ પોતાના પતિ સાથે જવાનો વિરોધ નોંધાવ્યો હતો. જેથી ઉશ્કેરાયેલા પતિએ પોતાની પત્ની સાથે ઝઘડો કર્યો હતો અને બોલાચાલી કરી હતી અને પોતાની પાસે રહેલા એસિડથી ભરેલી બોટલ પત્ની ઉપર નાંખવાનો પ્રયાસ કર્યો હતો. 


પરંતુ સદનસીબે એસિડના માત્ર છાંટા જ મહિલા પર ઉડ્યા હતા. બાદમાં મહિલાના પરિવારજનો વચ્ચે આવી જતાં મામલો થાળે પડ્યો હતો. દસ વર્ષના લગ્ન જીવનના અંતે આજે પત્નીએ જ પોતાના પતિ ઉપર પોલીસ ફરિયાદ નોંધાવવા માટે મજબૂર કરી નાંખી છે. હાલ રામોલ પોલીસે સત્તાવાર ફરિયાદ નોંધીને આગળની વધુ તપાસ હાથ ધરી છે.