મૌલિક ધામેચા/ગાંધીનગર : ગાંધીનગરનાં અડાલજમાં પ્રેમપ્રકરણમાં યુવકે સગીરાની હત્યા કરી હોવાની ધટના સામે આવી છે. પ્રેમી વચ્ચેની તકરારમાં યુવકે સગીરાનું ગળુ દબાવી હત્યા કર્યા પછી તેને તળાવમાં ફેંકી દીધી હતી. જે બાદ આરોપી યુવક પોતે જ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો. પોલીસ કસ્ટડીમાં ઉભેલા આરોપ છે. પ્રેમિકાની હત્યાનો, યુવકનુ નામ છે પ્રવીણ મારવાડી. આ યુવક અમદાવાદનાં ચાંદલોડિયા વિસ્તાર ફેક્ટરીમાં કામ કરે છે અને ત્યાં જ રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AHMEDABAD: શહેરીજનોની નવરાત્રી નહી બગડે, સરકારી ઘડની કાઢ્યો છે માસ્ટરપ્લાન

યુવકની ફેક્ટરીની નજીકમાં રહેતી એક સગીર યુવતી સાથે છેલ્લાં દોઢ વર્ષથી તેને પ્રેમસંબંધ બંધાયો હતો. જોકે છેલ્લા 2 મહિનાથી સગીર યુવતીએ આ યુવક સાથે સંબંધોનો અંત આણયો હતો, પરંતુ પ્રેમીને તે મંજૂર ન હોવાથી તેની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ તે પોલીસ સ્ટેશનમાં પણ પોતે જ હાજર થઇ ગયો હતો. પોલીસ સ્ટેશનમાં હાજર થઇને જ્યારે તેણે હત્યા કબુલી ત્યારે થોડા સમય માટે પોલીસ પણ આશ્ચર્ય ચકિત રહી ગઇ હતી. 


અડધુ સુરત જે મુદ્દે પિડાઇ રહ્યું છે તે લૂંટેરી દુલ્હનનો કિસ્સો આવ્યો સામે, પોલીસ પણ દોડતી થઇ


બુધવારે સાંજના સમયે પ્રવીણ મારવાડીએ તેની પ્રેમીકાને સમાધાન કરવાના બહાને અડાલજ ગામની સીમમાં નર્મદા કેનાલની પાસે આવેલા ડાહોર તળાવે બોલાવી હતી. જે સમયે યુવક અને તેની પ્રેમીકાની પ્રેમસંબંધ મામલે બોલાચાલી થતા પ્રેમીએ પ્રેમીકા અન્ય કોઈ યુવક સાથે વાતચીત કરતી હોવાની શંકાનાં આધારે સગીરાનુ ગળુ દબાવી તેને તળાવમાં ફેંકી મોતને ધાટ ઉતારી દિધી હતી. એટલુજ જ નહી  બાદમાં યુવક સીધો અડાલજ પોલીસ સ્ટેશને હાજર થયો હતો અને સગીરાની હત્યા પોતે કરી હોવાની જાણ પોલીસને કરી હતી. 


લવજેહાદ અંગેનો કાયદો ગુજરાતમાં સર્વાનુમતે પસાર, પહેલા ગાય બચાવી હવે દિકરીઓ બચાવીશું


પોલીસે ફાયર વિભાગની મદદથી સગીરાનાં મૃતદેહને બહાર કાઢીને યુવકની ધરપકડ કરી હતી. ત્યારે પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ કે યુવક સગીરાને એકતરફી પ્રેમ કરતો હતો અને સગીરાએ તેની સંબંધ ન રાખતા તેણે સગીરાની હત્યા કરી. પોલીસે હાલતો આ મામલે આરોપી યુવકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube