ઉદય રંજન/અમદાવાદ: શહેરના રોડ પર યમરાજ ટ્રાફીકના નિયમનો ભંગ કરતા લોકોને પકડી લઈ જતા નજરે પડ્યા હતા. યમરાજને જોઈ કેટલા લોકો ચોંકી ગયા ત્યારે કેટલા લોકો ડરી પણ ગયા હતા. પરંતુ યમરાજે બધાને ટ્રાફિકના નિયમોનું પાલનની ચેતવણી આપીને જવા દીધા હતા. કોણ છે આ યમરાજ અને કેમ લોકોને પકડી રહ્યો તે તમામ માહિતી નીચે મુજબ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોડ પર ફરી રહેલા યમરાજ ટ્રાફીક નિયમનુ ભંગ કરી રહેલા લોકોને પકડી-પકડી ધમકાવી રહ્યા છે. જોકે આ ધમકી તે પોતા માટે નહી પરંતુ લોકોની સુરક્ષા માટે ધમકાવી રહ્યો છે. યમરાજ લોકોને એક વોર્નિંગ આપી રહ્યા છે. અને સમજાવી રહ્યા છે કે, તમે લોકો ટ્રાફીકના નિયમનુ પાલન કરો નહી તો, ખરેખર યમરાજ તમને લઈ જશે. જોકે યમરાજ સાથે ટ્રાફીક પોલીસ પણ હાજર હતા અને નિયમોનુ ભાન કરાવી રહ્યા હતા.


ગુજરાતમાં દારૂની હેરાફેરીનો બુટલેગરનો નવતર પ્રયોગ, પોલીસ પણ અસમંજસમાં


વાંત કંઈ એમ છે પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ શહેરમાં ટ્રાફીક જાગૃત્તાનુ અભિયાન ચાલી રહ્યુ છે. તેના અંતર્ગત અલગ-અલગ રીતે લોકોને ટ્રાફીક વિશે જાગૃત્તા આવે તે માટે કાર્યક્રમ થઈ રહ્યા છે. બુધવારે ટ્રાફીક પોલીસ,સ્થાનિક પોલીસ અને ખાનગી પેટ્રોલપંપ દ્રારા એક કાર્યક્રમનુ આયોજન થયુ અને જેમાં યમરાજ બની એક વ્યકિતએ બધાને ટ્રાફીક વિશે માહિતી આપી હતી. ત્યાર બાદ બાઈક રેલી કરવામાં આવ્યુ અને જેમાં ટ્રાફીક જાગૃત્તાને લઈ બેનરો લગાવી રોડ પર રેલી ફરી હતી.


ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે ટ્રાફક પોલીસ દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેને લઇને લોકોમાં પણ હવે થોડા અંશે જાગૃતિ આવી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે નોંધનીય છે કે પોલીસ દ્રારા અલગ-અલગ રીતે વાહન ચાલકોને સમજાવવામાં આવી રહ્યા છે પરંતુ વાહન ચાલકો બોધપાઠ લે છે કે કેમ તે સવાલ છે..