અમદાવાદ : શહેરમાં વધતી જતી પાર્કિંગ સમસ્યાને ધ્યાને રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી પાર્કિંગ પોલીસી જાહેર કરવામાં આવી છે. આ પોલીસી અંતર્ગત હવે શહેરીજનોએ વાહન ખરીદવામાં મુશ્કેલી સર્જાશે. આ પોલીસી અંતર્ગત શહેરીજોને કાર ખરીદતા પહેલા પાર્કિંગની જગ્યા હોવાના પુરાવા રજુ કરવા પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે અમદાવાદમાં એકથી વધારે ગાડી ખરીદનારા વ્યક્તિની સમસ્યામાં વધારો થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશને જાહેર વિસ્તારમાં પાર્કિંગ થતી ગાડીઓ માથાનો દુખાવો સાબિત થઇ રહ્યો છે. જેથી હવે જાહેર પાર્કિગ પર લગામ લગાવવા માટે નિર્ણય લીધો છે. જેની બુધવારે જાહેરાત કરવામાં આવી હતી. 


જેના અંતર્ગત જનરલ પાર્કિંગ માટે માસિક અને વાર્ષીક પરમીટ આપવામાં આવશે. એએમસીની યોજના આવાસીય સોસાયટીઓની આસપાસ રસ્તા પર અડચણરૂપ પાર્ક કરેલી ગાડીઓને કવર કરવા માટેનો છે. જે વ્યક્તિ પાસે એક કરતા વધારે કાર હશે તેની મુસીબતમાં વધારો થશે. એક પછીની ગાડીમાં ટેક્ષનો વધારો કરવામાં આવશે. કારણ કે એકથી વધારે ગાડી લક્ઝુરિયસ ગણાય છે. 


અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારોએ 2017માં નવા નિયમો ઘડવાનો ઇરાદો જાહેર કર્યો હતો. જે નવા વાહન માલિકોને પાર્કિંગ ઉપલબ્ધ હોવાનાં પુરાવા આપવા ફરજિયાત બનાવાશે. એએમસી પાર્કિંગની જગ્યાના પુરાવાની માંગ માટે નિયમો અને માર્ગદર્શિકા તૈયાર કરશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube