ઉદય રંજન/અમદાવાદ: ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ ધર્મ પરિવર્તન છેડતી સહિત મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિધર્મી પતિ અને પુત્ર સહિત 3ની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદની 48 વર્ષીય મહિલા વકીલાતનો વ્યવસાય કરે છે. તેના પતિનું  2017માં અવસાન થયું હતું. મહિલાના પિતાનો મિત્ર અવારનવાર તેના ઘરે આવતો હતો તે વારંવાર મહિલાને લગ્ન કરવા માટે દબાણ કરતો હતો. મહિલા એ લગ્નની ના કહેતા આરોપીએ તારા લગ્ન કોઈની સાથે નહીં થવા દઉં અને લગ્ન કરીશ તો તારા પિતાને મારી નાખીશ તેવી ધમકીઓ આપતો હતો. જેથી મહિલાને ધમકીને વશ થઈ વર્ષ 2019માં આરોપી સાથે સ્પેશિયલ એક્ટ મુજબ લગ્ન કર્યા હતા. 


લગ્નના ગીતો મરસિયામાં ફેરવાયા! જાનમાં જવા ટેમ્પો લઈને નીકળ્યા પણ અર્થીમાં પાછા આવ્યા


અમદાવાદના ગોમતીપુરમાં યુવતીને ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ, મારી નાખવાની ધમકી તેમજ છેડતી કરવામાં આવતા મહિલા એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાને લઈને પોલીસે ગુનો દાખલ કરી તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને અમદાવાદ SC ST સેલને તપાસ સોંપવામાં આવી હતી. જે તપાસમાં આ ગુનામાં સામેલ 3 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં મહિલાના પતિ અને સાવકા બે પુત્રોનો સમાવેશ થઇ રહ્યો છે. ફરિયાદી મહિલાનો પોલીસની ફરિયાદમાં આક્ષેપ છે કે વિધર્મી પરિણીત આરોપીએ મહિલા સાથે લગ્ન કર્યા અને ત્યારબાદ ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું હતું. 


આવા સંતાનો કોઈને નો આપતા! મામાના દીકરાએ બે સગી બહેનોને બ્લેકમેઈલ કરી માણ્યું શરીરસુખ


તેટલું જ નહીં, વાળ અને નાક કાપી નાખવાની ધમકી આપી હતી. આરોપી મહિલાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધતો હતો અને મહિલા તેને વશ ન થાય તો તેની સાથે મારપીટ કરતો હતો. જેને લઇને મહિલા એ વર્ષ 2020માં પોલીસ ફરિયાદ પણ કરી હતી. ત્યારે આ મામલે મહિલાએ પતિના ઘરના લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે આરોપી પતિ ભૂરેખાન પઠાણ અને સાવકા પુત્ર સલમાન પઠાણ અને સોહેલ પઠાણની ધરપકડ કરી લીધી છે. 


ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં કેમ પડી રહી છે રેકોર્ડબ્રેક ગરમી? IMD એ જણાવ્યું કારણ


આરોપી ભૂરેખાન પઠાણ એ મહિલાને ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કર્યું હતું અને કહ્યું હતું કે જો તું ધર્મપરિવર્તન કરીશ તો જ સ્વીકારીશું. આ સાથે જ મહિલા પર એસિડ એટેક કરવાની ધમકી આપી વાળ અને નાક કાપી નાખવાનું ધમકી આપી હતી. આ મામલે મહિલા એ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે પણ આ મામલે પતિ ભૂરેખાન પઠાણ અને સાવકા પુત્ર સલમાન પઠાણ અને સોહેલ પઠાણની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે.