ઉદય રંજન/અમદાવાદ: શહેરના શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિત્રતાના સંબંધ પર લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. મિત્રના માનસિક ત્રાસથી કંટાળીને બાળપણના લંગોટીયા મિત્ર એ ગળેફાંસો ખાઈ મોતને વહાલું કર્યું છે. ઉલ્લેખનીય છે કે બાળપણના મિત્ર એ સુસાઇડ નોટ લખીને આત્મહત્યા કરવા પાછળના કારણો જણાવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે શહેરના અશોક મિલ BRTS બસ સ્ટેન્ડ ની પાસે આવેલ બંસીની ચાલીમાં બનેલી આ ઘટનાને સાંભળીને મિત્રતાના પવિત્ર સંબંધ પર તમને પણ સવાલો ઊભા થશે. આ ઘટનામાં સિદ્ધાર્થ , અમિત અને મૃતક મિત્ર અલ્પેશની કહાની છે. અત્યાર સુધી હંમેશાં ખભા સાથે ખભો મિલાવીને મિત્રોના મિત્રતાની વાતો પર લોકો અને પરિવારજનો ગર્વ અનુભવતા હતા, ત્યારે આજે મિત્રના મિત્રતા ના પવિત્ર સંબધો પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. બાળપણની મિત્રતામાં એવી તો શું તિરાડ પડી કે આજે એ જ પરિવાર મિત્રતાનાં સંબંધની કોષી રહ્યું છે.



સુરત બસ આગ દુર્ઘટના: મૃતક યુવતીના પતિનો ચોંકાવનારો ખુલાસો; ઘટનાનો ચિતાર વર્ણવ્યો


જાણવા મળી રહ્યું છે કે મૃતક અલ્પેશ પુરબિયા મિત્ર સિદ્ધાર્થની સાથેની મિત્રતાને લઇને માનસિક તણાવ અનુભવી રહ્યો હતો. જેનો બોલતો પુરાવો એક સ્યુસાઈડ નોટ હતી. સ્યૂસાઇડ નોટમાં મૃતક અલ્પેશે મિત્ર સિદ્ધાર્થને ઉદ્દેશીને સ્યુસાઇડ  નોટ લખી હતી કે તેને ખોટી વાત પર ભરોસો કરીને મારી સાથે હેરાનગતિ કરી હતી અને તેનું જ લાગી આવતા હું જીવન ટૂંકાવી રહ્યો છું. પરિવારનો આક્ષેપ છે કે અલ્પેશ છેલ્લા એક મહિનાથી માનસિક તણાવમાં રહેતો હતો અને જેના પાછળનું કારણ હતું તેના બાળપણનો મિત્ર સિદ્ધાર્થ અને મિત્ર અમિતની પત્ની સાથેના વર્ષો જુના આડા સંબંધો... તમને જણાવી દઈએ કે મિત્રની પત્ની સાથે આડા સંબંધમાં મિત્રતા વચ્ચે તિરાડ પડી હતી. 12 વર્ષ જુના આડા સંબંધના કારણે અલ્પેશે આત્મહત્યા કરી હતી.



અલ્પેશ પુરબિયાની આત્મહત્યાને લઇને  શહેર કોટડા પોલીસે ગુનો નોંધી પ્રાથમિક તપાસ કરતા સામે આવ્યું છે કે મૃતક અલ્પેશનો મિત્ર અમિતની પત્ની સાથે અલ્પેશના આડાસંબંધ તમામ બાબતોના પુરાવા સિદ્ધાર્થ પાસે હતા અને તે પુરાવાના આધારે બ્લેકમેલ કરતો હતો અને લોકોને જણાવી દેવા માટે કહી રહ્યો હતો. બદનામ કરવાની ધમકીઓ આપી રહ્યો હતો. જેને લઇને અલ્પેશ પુરબીયા એ મોતને પસંદ કર્યું હતું.



વધુ એક વખત AAPમાં મોટો 'ગોબો' પડ્યો; સુવાળા- સવાણી બાદ હવે જાણો કોને કમળ ઝાલ્યું 


જોકે હાલ તો પોલીસે ગુનો નોંધી ફરાર મિત્રની શોધખોળ શરૂ કરી છે.



લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube