ઝી બ્યુરો/અમદાવા: ઘણીવાર મઝાકમાં કરેલી ગમ્મતના કારણે કોઈને જીવ ગુમાવવાનો વારો આવે છે, આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે. શહેરના વટવા GIDCમાં આવેલી કંપનીમાં બે કર્મીઓ મસ્તી કરતા હતા, ત્યારે મસ્તી મસ્તીમાં એક યુવકના ગુપ્ત ભાગે એર કમ્પ્રેશરની પાઇપ ભરાવી દેતા યુવકનું શરીર ફુલી જતાં તે ઈજાગ્રસ્ત થયો હતો. આ ઘટના બાદ યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખરો મુશ્કેલ સમય તો હવે ગુજરાતમાં શરૂ થશે! અંબાલાલની નવેમ્બર મહિનાને લઈ ઘાતક આગાહી


આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વટવા જીઆઈડીસીમાં એરો એન્જિનિયરિગ કંપનીમાં બે કર્મીઓ મસ્તી કરતા-કરતા એક યુવકના ગુપ્ત ભાગે એર કમ્પ્રેશરની પાઇપ ભરાવી હતી. પરંતુ ખબર નહોતી કે તેમની મસ્તી કોઈના માટે જીવલેણ બની જશે. મસ્તીમાં ગુપ્ત ભાગે ભરાવેલી પ્રેશર પાઈપના કારણે યુવકનું શરીર ફુલી જતાં ઈજાગ્રસ્ત થયો હતો. પછી તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ ગયા હતાં.


આ વાત સાંભળી ચોંકી જશો! સામાન્ય રીતે લોકો દર્શન કરી પ્રસાદી લે છે, પણ બે મિત્રોએ તો.


તમને જણાવી દઈએ કે સારવાર દરમિયાન પંકજ રાય નામના યુવકનું મોત થયું છે. આ ઘટનામાં પ્રકાશ નામના યુવક સામે સાઅપરાઘ માનવવધનો ગુનો દાખલ થયો છે. બે કર્મચારીઓ વચ્ચેની મજાકમાં એકનું મોત થતાં ખળભળાટ મચી જવા પામ્યો  છે. દિવાળીના તહેવારમાં જ બે મિત્રો વચ્ચેની મજાક મોતનું કારણ બની ગઈ હતી. 


અમદાવાદ લૂંટ વિથ ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો : રમકડાની બંદૂકથી કરી લૂંટ