ઉદય રંજન/અમદાવાદ: મોજશોખ માટે પૈસા ભેગા કરવા એક યુવક ચોર બની ગયો. જેણે લોકોને ચોરીનો ભોગ ન બનાવ્યા પણ મંદિર માં માતાજીના છત્રની ચોરી કરી નાખી. પરંતુ 7 જગ્યાએ કરેલી ચોરી પછી આરોપી આ દાગીના વેચવા ગયો અને પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. ત્યારે તમને થશે કે કોણ છે આ ચોર જેણે ભગવાનને પણ ના છોડયા?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દસ્તાવેજની રામાયણ! રાજ્યમાં નવી જંત્રી મામલે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, મળશે રાહત


આ ઘટનામાં ઝડપાયેલ આરોપીનું નામ જીગર દેસાઈ છે. જે હજુ તો 19 વર્ષનો છે પણ હાલ પોલીસ સકંજામાં આવી ગયો છે. જી હા આરોપી જીગર એ સોલા, બોડકદેવ, કડી, મહેસાણા, સાંતેજ માં મંદિરોને ટાર્ગેટ કર્યા હોવાની વિગતો ખૂલી છે. આરોપીને મોજ શોખ પુરા કરવા નાણાંની જરૂર હતી. પણ અન્ય કોઈ જગ્યાએ ચોરી કે લૂંટ કરે અને પકડાઈ જાય તો??? બસ આ જ ડરથી તેણે મંદિરો ટાર્ગેટ કર્યા અને એક બાદ એક દોઢ બે માસમાં સાત મંદિરોમાં ચોરીને અંજામ આપ્યો હતો. 


આ યુવકનું જબરું દુર્ભાગ્ય! એક જ મહિનામાં કૂતરાએ ઉપરા છાપરી બનાવ્યો ભોગ, આખરે મોત


આરોપી ધો. 7 ભણેલો છે. સવાર પડેને સીધો મંદિરોની રેકી કરવા નીકળતો. બાદમાં જ્યાં કોઈ અવર જવર ન હોય ત્યાં જતો. તે મંદિરમાં જઈને માતાજીને બે હાથ જોડતો, પ્રાર્થના કરતો અને બાદમાં માતાજી પાસે રહેલા છત્રો ચોરી ફરાર થઈ જતો. આરોપી પાસેથી પોલીસે એક લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તો આરોપીએ જે સોનીને આ ચાંદીના છત્ર વેચ્યા હતા તે સોનીની પણ પોલીસે ધરપકડ કરી છે. કડીના હીરા માણેક કોમ્પ્લેક્સમાં કેતન સોની દુકાન ધરાવે આવા ચોરી ના માલ લેતો હોવાનું સામે આવ્યું છે.


રાજકોટમાં ફરી લૂંટની ઘટના:વેપારીની આંખમાં મરચું નાખીને ચલાવી લુંટ,પણ પનો ટૂંકો પડ્યો


આરોપીએ માત્ર દાગીના સોનીને આપી હિસાબ કરી રાખ્યો હતો. સોની વેપારીએ પૈસા આપવાનું કહેતા ચોર જીગર દેસાઈ એ બાદમાં હિસાબ કરવાની વાત કરી હતી. હજુ તો તે હિસાબ કરી નાણાં મેળવે તે પહેલાં જ ઝડપાઇ ગયો. અને શહેર તથા આસપાસના ગામના સાત મંદિર ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો.