ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં એક વૃદ્ધાની હત્યા કરવામાં આવી છે. 70 વર્ષીય વૃદ્ધાનું ગળું દબાવી હત્યા નીપજાવી હતી. જોકે મૃતદેહ મળી આવ્યો તે સમયે વૃદ્ધાનાં ગુપ્ત ભાગો પર ઇજા થયેલી હતી, તેમજ આંખ, નાક અને કાનમાંથી લોહી નીકળતા હતા. સમગ્ર મામલે ફરિયાદને આધારે વૃદ્ધા ની હત્યાનો ભેદ ઉકેલવા કાર્યવાહી હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કમોસમી વરસાદ ગુજરાતના આ 9 જિલ્લાના છોતરા કાઢી નાંખશે! એક જિલ્લાને તો પત્ર લખી સાવધાન


અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નરોડા જીઆઈડીસી માં આવેલી પાણીની ટાંકી પાસે એક અજાણી વૃદ્ધ મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે ત્યાંથી પસાર થતા એક વ્યક્તિએ વૃદ્ધાને ઓળખી લેતા મૃતક વૃદ્ધાના દીકરીને જાણ કરવામાં આવી હતી. મૃતક વૃદ્ધાનાં દીકરી ઘટના સ્થળ પર પહોંચતા ત્યાં મૃતક માતાને ગળે કપડાં વડે ટૂંપો દીધેલી હાલતમાં મૃતદેહ જોવા મળ્યો હતો. સાથે જ મૃતકના ગુપ્ત ભાગમાં પણ ઇજાઓ થઈ હતી અને આંખ, નાક, કાન માંથી લોહી નીકળતા હતા. સમગ્ર મામલે મૃતકના દીકરી દ્વારા નરોડા પોલીસને જાણ કરી હત્યાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે નરોડા પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા કાર્યવાહી હાથ ધરી છે.


ઉ ગુજરાતમાં કોંગ્રેસને લાગી શકે છે વધુ એક ઝટકો, પૂર્વ ધારાસભ્યએ આપ્યું રાજીનામું


પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક વૃદ્ધાનું નામ ચંપાબેન ઠાકોર છે અને તે નરોડા ક્રોસિંગ પાસે રહે છે. મૃતક ચંપાબેન એકલવાયું જીવન જીવે છે. 27 તારીખે ચંપાબેન પાણીની ટાંકી પાછળ લાકડા કાપવા ગયા હતા જ્યાં તેની હત્યા થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ચંપાબેનને ગળે કપડાં વડે ટૂંપો આપવામાં આવ્યો હોય અને બાદમાં તેના મૃતદેહને ઝાડીઓમાં ફેંકી દિધાનું પણ પોલીસ અનુમાન કરી રહી છે.


'પક્ષ ગમે તે હોય, આ ત્રિપુટીને જ રાજ કરવાનુ ભગવાને વરદાન લખી આપ્યું છે', પોસ્ટ વાયરલ


વૃદ્ધ મહિલાની હત્યા મામલે પોલીસ પણ અલગ અલગ મુદ્દાઓ પર તપાસ કરી રહી છે. મહિલા અને તેની બાજુમાં રહેતી પુત્રી પણ એકબીજા સાથે વાતચીત કરતાનો હતા. બીજી તરફ મૃતક મહિલાના ગુપ્ત ભાગોમાં પણ ઇજાના કારણે પોલીસ તે દિશામાં પણ તપાસ કરી રહી છે. હાલ તો પોલીસ માટે વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલવો એક પડકાર બની ચૂક્યો છે.


ડૉકટર બનવા માંગતા વિદ્યાર્થીઓ માટે ખુશખબર; આરોગ્ય મંત્રીની આ જાહેરાતથી ઉછળી પડશો!