તહેવારો ટાણે અમદાવાદમાં ઘટશે ગુનાઓનું પ્રમાણ, પોલીસે ઘડ્યો એક્શન પ્લાન
cctv જેવા સુરક્ષાના સાધનો પણ જ્વેલર્સની દુકાનો અને શો રૂમમાં હોવા જરૂરી છે. ત્યારે આ મામલે ડીસીપી દ્વારા દરેક પોલીસ સ્ટેશનમાં કુલ પાંચ ટીમો બનાવવામાં આવી છે.
ઉદય રંજન/અમદાવાદ: દિવાળીના પર્વની હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ઘરફોડ ચોરી કારના કાચ તોડીને ચોરી કે પછી નજર ચૂકવીને ચોરી, ચેન સ્નેચિંગ, મોબાઇલ સ્નેચિંગના બનાવો બનતા અટકે તે માટે ઝોન 7 ડીસીપી દ્વારા ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે.
જ્વેલર્સ એસોસિયેશન સાથે ડીસીપીની મિટિંગ યોજાઈ હતી અને જ્વેલર્સને સુરક્ષાની પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવી છે. જેમાં cctv જેવા સુરક્ષાના સાધનો પણ જ્વેલર્સની દુકાનો અને શો રૂમમાં હોવા જરૂરી છે. ત્યારે આ મામલે ડીસીપી દ્વારા દરેક પોલીસ સ્ટેશનમાં કુલ પાંચ ટીમો બનાવવામાં આવી છે.
આ પાંચે ટીમ દ્વારા વિસ્તારમાં જ્યાં આંગડિયા પેઢી, જ્વેલર્સ અને ખરીદી માટેના બજારો આવેલ છે ત્યાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. શંકાસ્પદ વ્યક્તિની પુછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે એટલે કે સાંજના 5 થી 10 વાગ્યા સુધી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
ઉપરાંત પોલીસ દ્વારા ખાસ લોકો ને સૂચના આપવામાં આવી રહી છે કે જ્યારે તમે વધુ રોકડ રકમ અથવા તો કીમતી વસ્તુઓ લઈ જઈ રહ્યા છો ત્યારે અવશ્ય આ બાબત ની જાણ પોલીસ ને કરવી જેથી લૂંટ કે ચોરીના બનાવો બનતા અટકાવી શકાય.