ઉદય રંજન/ અમદાવાદ: શહેરમાં વધુ એક સબંધોને લાંછન લગાડતો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. અમદાવાદના રખિયાલ પોલીસ સ્ટેશનની પોલીસે એક એવા કાકાની ધરપકડ કરી છે, જેમણે પોતાની જ ભત્રીજી પર દુષ્કર્મ આચર્યું છે. આ ઘટના બાદ સગીરા એ માતા પિતાને જાણ કરતા ફરિયાદ નોંધાઈ છે. બીજી બાજુ રખિયાલ પોલીસે હવસખોર કાકાની ધરપકડ કરી લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નરાધમ કાકો ભત્રીજીને કોઈને કોઈ પ્રકારે હેરાન કરતો હતો અને છેડતી (molestation)પણ કરતો હતો. આખરે ગત 18 જાન્યુઆરીના રોજ આ હવસખોર કાકાએ ભત્રીજીને ઘરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે સગીરાના માતા પિતાએ દીકરીના કાકા વિરુદ્ધ ફરિયાદ કરતા હાલ પોલીસે અલગ અલગ ગુના હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.


મિત્ર એ મિત્રનો જીવ લીધો; 12 વર્ષ જુના પત્ની સાથેના આડા સંબંધે તિરાડ પાડી, પોતાને સાચા સાબિત કરવા મિત્રએ આત્મહત્યા કરી


આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે રખિયાલ પોલીસે એક નરાધમ કાકાની ધરપકડ કરી છે, જેણે પોતાની કૌટુબિંક ભત્રીજી પર દુષ્કર્મ આચર્યું છે. કાયદાની મર્યાદાને કારણે અમે આપને આ શખ્સનું નામ નહિ જણાવી શકીએ પણ આ શખ્સ એ અન્ય કોઈ નહિ પણ પોતાની જ પરિવાની ભત્રીજી પર દુષ્કર્મ કર્યાનો આરોપ લાગ્યો છે. જેને લઇને રખિયાલ પોલીસે ધરપકડ કરીને આરોપી વિરુદ્ધના પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.


ગત 15મી તારીખે રખિયાલ વિસ્તારમાં રહેતી એક સગીર ભત્રીજી ને હેવાન કાકા એ પોતાના ઘરે બોલાવી હતી અને પછી ઘરના દરવાજા બંધ કરી દીધા હતા. પણ કાકો પોતાના નાપાક ઈરાદાઓને પુરા કરી રહ્યો હતો ત્યારે જ ઘરની બહાર રમતા નાના બાળકોએ સગીરાના પરિવારને જાણ કરી દીધી હતી, ત્યારે જ સગીરાના સબંધીએ હેવાન કાકાનું ઘર ખોલાવી સગીરા સાથે દુષ્કર્મ આચરતા ઝડપી લીધો હતો.


હાલ રખિયાલ પોલીસે પરિવારની જ ભત્રીજી પર દુષ્કર્મ આચરવાના આ ગુનામાં ધરપકડ કરીને મેડિકલ પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. દીકરી પર થયેલ બળાત્કારની ઘટનાની જાણ થતાં માતા પિતાએ રખિયાલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ દાખલ કરવામાં આવી છે. રખિયાલ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનાની કલમ આઇપીસી 354(ડી), 376 , તથા પોક્સો એક્ટ 2012 ની કલમ 3 (એ) 4,7,8,9 (એન) , 10,11 ( 4 ) , 12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube