અમદાવાદમાં એસ્પાયર-2માં બનેલી દુર્ઘટનાના LIVE દૃશ્યો: નીચે પડતા શ્રમિકો CCTVમાં કેદ
ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી એસ્પાયર-2 નામની બિલ્ડિંગમાં સાતમે માળેથી માંચડો તૂટતા આઠ શ્રમિક નીચે પટકાયા હતા, જેમાં 7નાં મોત થયાં હતાં અને એકને ગંભીર ઈજા પહોંચી હતી. હાલ સાતમા માળેથી પટકાયેલા બે મજૂરના CCTV સામે આવ્યા છે.
ઝી ન્યૂઝ/અમદાવાદ: બુધવારે સવારે ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં એસ્પાયર-2 નામની બિલ્ડિંગમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 7 શ્રમિકોના દર્દનાક મોત નિપજ્યા હતા. હવે અમદાવાદમાં એસ્પાયર-2 બિલ્ડિંગ દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પહેલી નજરમાં જોતા આ સીસીટીવી ફૂટેજ ભલભલા માણસોના હૃદય હચમચી જાય એમ છે. બિલ્ડિંગથી નીચે પડતા શ્રમિકોના CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે બે શ્રમિકો ધડામ કરીને નીચે પછડાય છે. બેમાંથી એકનું મોત અને એકને ગંભીર ઈજા પહોંચે છે. તમને જણાવી દઈએ કે કોન્ટ્રાક્ટરની બેદરકારીથી આ ઘટનામાં 7 શ્રમિકોના મોત થયા છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી એસ્પાયર-2 નામની બિલ્ડિંગમાં સાતમે માળેથી માંચડો તૂટતા આઠ શ્રમિક નીચે પટકાયા હતા, જેમાં 7નાં મોત થયાં હતાં અને એકને ગંભીર ઈજા પહોંચી હતી. હાલ સાતમા માળેથી પટકાયેલા બે મજૂરના CCTV સામે આવ્યા છે. જેમાંથી એકનું મોત થઈ ગયું છે જ્યારે એક મજૂરને ઈજા થઈ છે. સાઈટ પર કામ કરી રહેલા એક શ્રમિકના જણાવ્યા પ્રમાણે, જ્યારે કામ ચાલી રહ્યું હતું ત્યારે માંચડો તૂટતાં કુલ આઠ લોકો પડ્યા હતા, જેમાંથી બે વ્યક્તિ ઉપરથી નીચે પડી હતી, બાકીના 6 શ્રમિક બેઝમેન્ટમાં પડ્યા હતા.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube