અમદાવાદના માણેકચોકમાં બે માળનું મકાન ધરાશાયી, કાટમાળમાં ફસાયેલા 3 લોકોનું રેસ્ક્યૂ
ઝૂંપડીની પોળ સાંકડી શેરી માણેક ચોક વિસ્તારમાં આજે (શનિવાર) બપોરે 60 વર્ષ જૂનું બે માળનું મકાન ધરાશાયી થયું હતું. ઘટનાની જાણ થતાં અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યૂ કામગીરી આરંભી હતી.
અમદાવાદ: શહેરમાં આજે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ એક મોટી દુર્ઘટના બની છે. અમદાવાદના માણેકચોકમાં બે માળનું મકાન ધારાશાયી થયું હોવાની માહિતી મળી છે. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. અમદાવાદના માણેકચોકમાં બે માળનું મકાન ધરાશાયી થતા 3 વ્યક્તિ દટાયા હતા. જોકે, રેસ્ક્યૂ કામગીરી બાદ 3 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયરબ્રિગેડે રેસ્ક્યૂ કરી ત્રણેયને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ઝૂંપડીની પોળ સાંકડી શેરી માણેક ચોક વિસ્તારમાં આજે (શનિવાર) બપોરે 60 વર્ષ જૂનું બે માળનું મકાન ધરાશાયી થયું હતું. ઘટનાની જાણ થતાં અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યૂ કામગીરી આરંભી હતી. જેમાં મકાનના કાટમાળમાં દટાયેલા 3 લોકોને બહાર કઢાયા હતા.
મહત્વનું છે કે, અમદાવાદ ફાયર ઇમરજન્સી વિભાગ પહોંચીને સર્ચ ઓપરેશન કરતા કુલ ત્રણ વ્યક્તિને રેસ્ક્યૂ કરીને નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રેસ્ક્યૂ કોલ પર 2 ઈમરજન્સી વાન, 1 MFT, 5 ફર્સ્ટ રિસ્પોન્સ વિહિકલ, એક ચીફ ફાયર ઓફિસર, એક એડિશનલ ચીફ ફાયર ઓફિસર, 2 ડીએફઓ અને એ એટીઓ તથા 20 ફાયર ફાઈટર જોડાયા હતા.
કાટમાળમાં ફસાયેલાઓના નામ નીચે મુજબ છે.
ખેમચંદ ઈશ્વરભાઈ નાગર (ઉ.વ. 72)
અજય જેઠાભાઈ નાગર (ઉ.વ. 43)
વિજય જેઠાભાઈ નાગર (ઉ.વ. 38)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube