આવી લોભામણી સ્કીમ આપી અમેરિકન નાગરિકોને કરાતા ટાર્ગેટ, વધુ એક બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ
બોડકદેવ પોલીસ ની ગિરફ્ત માં ઉભેલા આ શખ્સો ના નામ છે પ્રશાંત શર્મા અને ઉજ્જવલ શાહ પોલીસ ને બાતમી મળી હતી કે બોડકદેવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ક્લે વોલ્સ બિલ્ડીંગ ના ચોથા માળે આવેલ ઓફિસ માં શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી છે.
ઉદય રંજન/અમદાવાદ: પોલીસે વધુ એક વખત બોગસ કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. બોડકદેવ વિસ્તારમાંથી બોગસ કોલ સેન્ટર ચલાવનાર ચાર પૈકી બેની ધરપકડ કરી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઉલ્લેખનીય છે કે અમેરિકન નાગરિકોને મેડિકલમાં વળતર આપવાનું કહી ડોલર પડાવતા હતા.
જાણો આરોપીઓ કેવી રીતે આચરતા છેતરપિંડી
બોડકદેવ પોલીસ ની ગિરફ્ત માં ઉભેલા આ શખ્સો ના નામ છે પ્રશાંત શર્મા અને ઉજ્જવલ શાહ પોલીસ ને બાતમી મળી હતી કે બોડકદેવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ક્લે વોલ્સ બિલ્ડીંગ ના ચોથા માળે આવેલ ઓફિસ માં શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી છે. જે આધારે પોલીસે રેડ કરી હતી, રેડ કરતા પોલીસને ઓફિસમાંથી પ્રશાંત શર્મા અને ઉજ્જવલ શાહ મળી આવ્યા હતા. બંનેની પ્રાથમિક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે અમેરિકન નાગરિકોને CLASS ACTION LAWSUIT DEPARTMENT ના નામથી કોલ કરી મેડિકલમાં 50 હાજર ડોલર સુધીનું વળતર આપવાનું કહીને 50 હજાર ડોલરના 10 ટકા લેખે પ્રોસેસિંગ ચાર્જ આપવાનો રહેશે. જેના બદલામાં 100થી 150 ડોલર પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લઈને છેતરપિંડી આચરતા હતા. ત્યારે પોલીસે બોગસ કોલ સેન્ટરના સ્થળ પરથી 5 મોબાઈલ, એક લેપટોપ અને 10 કોપ્યુટર સહિતનો અંદાજે 4 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સાથે જ અમરેકીન નાગરિકને કોલ કરવા માટેનો મહત્વનો ડેટા સહીત ડોલર જે મારફતે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, તેને લાગતા મહત્વના પુરાવા પણ કબ્જે કરવામાં આવ્યા છે.
બોડકદેવ પોલીસે પુના પોલીસ સાથે સંકલન કરીને વધુ તપાસ
આ બોગસ કોલ સેન્ટર બાબતે પ્રાથમિક પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે આરોપી પ્રશાંત શર્મા અને ઉજ્જવલ શાહ પૈકી પ્રશાંત શર્માએ બોગસ કોલ સેન્ટરનો મલિક જેનો બીજો ભાગીદાર આદેશ સિંહ તોમર છે અને ઉજ્જવલ શાહ એ મેનેજર તરીકે કામ કરતો હતો. આ સહિત અમદાવાદ ખાતેના આ કોલ સેન્ટરમાં જે અમેરિકન નાગરિક સાથે પ્રાથમિક વાત થઇ હોય અને જે સહમત થયા હોય તેની વધુ પ્રકિયા માટે પુના ખાતેના બીજા એક કોલ સેન્ટરમાં કોલ ટ્રાન્સફર કરવામાં આવતો હતો. જે બોગસ કોલ સેન્ટરના મુખ્ય સંચાલક એતેશ્યામ ખાન ત્યારે બોડકદેવ પોલીસે પુના પોલીસ સાથે સંકલન કરીને વધુ તપાસ શરુ કરી છે.
કોલ સેન્ટરમાં યુવક- યુવતીઓ પણ મળી આવ્યા
બોડકદેવ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયલ કોલ સેન્ટરમાં અયન યુવક અને યુવતીઓ પણ મળી આવ્યા છે. જેવો આરોપી પ્રશાંત શર્મા અને ઉજ્જવલ શાહના કહેવા મુજબ અમેરિકન નાગરિક સાથે વાત કરતા હતા, ત્યારે બોડકદેવ પોલીસે હાલ એ તપાસ શરૂ કરી છે કે આ બોગસ કોલ સેન્ટર કેટલા દિવસથી ચાલી રહ્યું હતું. અત્યાર સુધીમાં કેટલા અમેરિકન નાગરિકને છેતરી ચુક્યા છે. અત્યારે સુધીમાં કેટલા ડોલરનો વ્યવહાર કરવામાં આવ્યો છે, ત્યારે વધુ ફરાર આરોપીઓની પણ શોધખોળ શરુ કરી છે.