મૌલિક ધામેચા/અમદાવાદઃ આવકવેરા વિભાગે અમદાવાદના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર્સને ત્યાં દરોડા પાડ્યા છે. જાણવા મળી રહ્યું છે કે શિલ્પ ,શિવાલિક, શારદા  ત્રણ ગુપ પર આયકર વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે. આ સાથે જ અમદાવાદમાં કુલ 25 સ્થળ પર આવકવેરાની ટીમે દરોડા પાડ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે શિલ્પ, શિવાલિક, શારદા એમ ત્રણ ગુપ પર આજે આઈટી વિભાગ ત્રાટક્યું હતું અને ઓફિસ, ઘર સહિતની જગ્યાઓ પર સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. બિલ્ડરના ઘરે ઓફિસ અને બ્રોકરના ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ રેડમાં 50 ઇન્કમટેક્સ ઓફિસર દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. 100 ઇન્કમટેક્સ કર્મીઓ સર્ચ ઓપરેશનમાં સર્ચ કરી રહ્યા છે. 70 પોલીસ કર્મીઓ રેડમાં જોડાયા હોવાનું ખૂલ્યું છે.


આવકવેરા વિભાગે અમદાવાદના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર્સને પાડેલી રેડમાં 1 કરોડથી વધારેની રોકડ મળી આવી છે. બિલ્ડરના ત્યાં દરોડા દરમિયાન 20 જેટલા લોકર મળી આવ્યા છે. લોકરને ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યા છે. હજુ પણ રેડ દરમિયાન વધુ રોકડ અને બેહિસાબી વ્યવહાર મળી આવે તેવી શક્યતા છે. આ સાથે આયકર વિભાગે 20 રેસિડેન્ટ અને 5 ઓફિસમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે. જેમાં અમદાવાદ, સુરત, બરોડા અને રાજકોટના અધિકારીઓ સર્ચ ઓપરેશનમાં જોડાયા હતા. સર્ચ દરમિયાન કિરણ ઈન્દ્રવદન, મનીષ બ્રહ્મભટ્ટ બ્રોકરના ત્યાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.


નોંધનીય છે કે અમદાવાદમાં શહેરમાં IT વિભાગના મેગા સર્ચ ઓપરેશનમાં એક સાથે 25 જેટલા સ્થળોએ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. જ્યારે શિલ્પ અને શિવાલિક બ્લિડર ગૃપ દરોડા પાડવામાં આવ્યા છે. છે. તેમ જ શિવાલિક ગૃપના ડિરેક્ટર, શિલ્પ ગૃપના ફાઉન્ડર, બ્રોકર, શારદા ગૃપમાં બ્રોકર પર ITના દરોડા પાડવામાં આવ્યા છે. શિવાલિક ગૃપની વાત કરીએ તો, શહેરના સેટેલાઈટ વિસ્તારમાં રામદેવનગર ક્રોસ રોડ ખાતે આ ગૃપની ઓફિસ ‘શિવાલિક હાઉસ’ આવેલી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube