wife killed husband : અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના બની છે. જો તમે પત્ની સાથેના અણબનાવ ચાલતા હોય, અને તમે આવામાં સાસરી ગયા તો સાચવજો. કારણ કે, તમારી સાથે કંઈ પણ થઈ શકે છે. સાસરી ગયેલા એક અમદાવાદી યુવકને તેની પત્ની, સાળા અને સાસુ-સસરાએ મળીને એસિડ પીવડાવ્યું હતું. એટલુ જ નહિ, તેને એસિડ પીવડાવીને રસ્તે રઝળતો છોડી દીધો હતો. જ્યા રસ્તા પર જ તરફડ્યા ખાઈને યુવકનું મોત નિપજ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બન્યું એમ હતું કે, ગીતા મંદિર વિસ્તારમાં કબીરવાળી ચાલી આવેલી છે. આ ચાળીમાં પ્રહલાદ વાઘેલા નામનો યુવક રહેતો હતો. તેના વગ્ન વર્ષ 2007 માં થયા હતા. પરંતુ પત્ની સાથે મનમેળ ન થતા, તેને છુટાછેડા લીધા હતા. તેના બાદ વર્ષ 2010માં તેણે બીજા લગ્ન કર્યા હતા. પ્રહલાદ અને તેની પત્નીને સંતાનમાં બે પુત્રી છે. એક મહિના પહેલા પ્રહલાદ અને તેની પત્ની વચ્ચે કોઈ બાબતે ઝગડો થયો હતો. તેથી શિલ્પા તેની સાથે ઝગડીને પોતાના માતાપિતાના ઘરે જતી રહી હતી.


પ્રેમલગ્નના એક વર્ષમા દીકરીનો આપઘાત, સુરતના પાટીદાર પરિવારે જીગરના ટુકડાને ગુમાવી


બે દિવસ પહેલા પ્રહલાદ પત્નીને મનાવવા માટે સાસરીએ ગયો હતો. પરંતુ તે પાછો ફર્યો ન હતો. બીજી તરફ, પ્રહલાદના ભાઈ જિગ્નેશને તેની બહેનનો ફોન આવ્યો હતો. તેણે ફોન પર કહ્યું કે, શાહપુર શંકરભુવન પાસે કોઈ વ્યક્તિ રસ્તા પર પડેલો છે, અને તે પ્રહલાદ જેવો દેખાય છે. જિગ્નેશે જઈને જોયુ તો પ્રહલાદ હકીકતમાં જ ફૂટપાથ પર સૂતો હતો. તેના શરીર પર ઈજાના નિશાન હતા. 


આ બાબતે તેણે પ્રહલાદને પૂછ્યુ તો તેણે જણાવ્યું કે, ગઇકાલે મારી પત્નીને લેવા માટે મારી સાસરી શંકરભુવન પાસે આવ્યો હતો ત્યારે મારી પત્ની શિલ્પા, મારી સાસુ શકુબેન, સાળા મનોજ અને દિપકે ઝઘડાની અદાવત રાખીને માર માર્યો હતો અને રાતે બે વાગે જબરજસ્તી એસિડ પીવડાવીને નાસી ગયા છે.


ચાર ગુજરાતી મિત્રો ચારધામ યાત્રાએ ગયા હતા, ભૂસ્ખલન થતા કારમાં જ મળ્યું મોત


આ સાંભળીને જિગ્નેશના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તે પ્રહલાદને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયો હતો. જ્યા સારવાર દરમિયાન પ્રહલાદનું મોત નિપજ્યુ હતું. આ બાદ જીગ્નેશ વાઘેલાએ માધવપુરા પોલીસ સ્ટેશનમાં પ્રહલાદની પત્ની શિલ્પા, શંકુબેન, મનોજ અને દિપક વિરૂદ્ધ હત્યાની ફરિયાદ કરી છે.


આમ, પ્રહલાદની હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ તેની પત્ની, સાસુ અને સાળા સહિત કુલ ચાર લોકો ભેગા મળીને કરી છે. એક મહિનાથી રિસામણે ગયેલી પત્નીને મનાવવા માટે પ્રહલાદ ગયો હતો, જ્યાં ચારેય જણાએ ભેગા થઇને તેની હત્યા કરી નાખી હતી.


કેનેડા જઈ આવું પણ થાય છે, 500 વિદ્યાર્થીઓનું ભવિષ્ય લટકી ગયું, હવે ના ઘરના ના ઘાટના