Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટે ટુ વ્હીલર ચાલકો માટે મહત્વપૂર્ણ આદેશ કર્યો છે. જી હા...હેલમેટ પહેરવાની આદત નથી પાડી તો પાડી લેજો. અમદાવાદમાં ટુ વ્હીલર ચાલકે હવેથી ફરજિયાત હેલમેટ પહેરવું પડશે. અમદાવાદમાં બાઈક ચલાવનારની સાથે સાથે હવે બાઈક પાછળ બેસનારે પણ હેલમેટ પહેરવું પડશે. હેલ્મેટ અને રોંગ સાઈડ સમસ્યા માટે 15 દિવસનો સમય અપાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્ય સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, નેશનલ હાઈવે ઓથોરિટી અને પોલીસને ગુજરાત હાઇકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું છે કે, અમદાવાદમાં હેલ્મેટના નિયમોનું ચુસ્ત પાલન કરાવવામાં આવે. ટુ વ્હીલર ચાલક અને પાછળ બેસનાર રાઇડર માટે પણ હેલ્મેટ ફરજિયાત બનાવવામાં આવે. એટલું જ નહીં, ટ્રાફિકની સમસ્યાના સમાધાન માટે પોલીસમાં ભરતી પ્રક્રિયા કરવા હાઇકોર્ટે ટકોર કરી હતી. 



હાઈકોર્ટે કહ્યું, સીસીટીવીથી માત્ર ચલણ કાપવાથી કાયદાનું યોગ્ય પાલવ નહીં થઈ શકે. નાગરિકોને એમની જવાબદારીનું ભાન કરાવવું એ સરકારનું કામ છે. અધિકારીઓ મનસ્વી રીતે વર્તશે એ પણ ચલાવી નહીં લેવાય. આ સિવાય 15 દિવસમાં એસજી હાઇવે પર જરૂરી સર્વિસ રોડ બનાવવા જણાવ્યું છે અને રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવા આદેશ કર્યો છે.