ઉદય રંજન/અમદાવાદ: જો તમારા ઘરે કોઈ વ્યક્તિ આવી વિધવા સહાય અથવા તો ગોલ્ડ લોન અપાવવાની લાલચ આપે તો ચેતી જજો. અમદાવાદ શહેરમાં વૃદ્ધા સહાય અપાવવાની લાલચે અનેક સિનિયર સિટિઝન સાથે ઠગાઈ આચરનાર યુવકની ખાડિયા પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ એક બે નહિ પરંતુ અનેક વૃદ્ધાઓ સાથે આ જ મોડ્સ ઓપરેન્ડીથી ઠગાઈ કરી હોવાનો ખુલાસો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાડિયા પોલીસની કસ્ટડીમાં દેખાતા આ શખ્સનું નામ મોહમ્મદ સીરાજ મેમણ છે. લાલ દરવાજા વિસ્તારમાં રહીને ચટાઈ વેચવાનું કામ કરતો હતો. જોકે ટૂંક સમયમાં વધુ પૈસા કમાવવાની લાલચ આવતા તેને યુટ્યુબ પરથી વિધવા સહાયના નામે કઈ રીતે લોકોને ઠગી શકાય તે શીખ્યું અને ખાડીયામાં પોળોમાં ફરીને સિનિયર સીટીઝન મહિલાઓને ટાર્ગેટ બનાવી પૈસા અને દાગીના પડાવ્યા હતા. આરોપી વાર્ષિક દોઢ લાખ રૂપિયાની સરકારી વિધવા સહાય અને 35 હજાર રૂપિયાની ગોલ્ડ લોન આપવાનું કહીને અનેક વૃદ્ધાઓ પાસે પૈસા પડાવી ચુક્યો હોવાનું ખુલ્યું છે.


ખાડિયામાં રહેતા મનોરમા બેન પટેલ નામના વૃદ્ધા થોડા દિવસ પહેલા ઘરે હાજર હતા, તે સમયે આરોપી યુવકે તેઓના દીકરા ભાવિકનું નામ લઈને તેઓના ઘરે આવ્યો હતો. યુવકે વૃદ્ધાને તમારું આયુષ્માન કાર્ડ કઢાવવાનું છે. તે હું તમને કઢાવી આપીશ અને મોદી સાહેબ વિધવા પેન્શન આપે છે. તમારો વિધવા પેન્શનનો ચેક મારી પાસે આવી ગયો છે. તે ચેક જમા કરાવવા માટે તમે મારી સાથે બેંકમાં આવો અથવા મને 11,000 રોકડ ભરવાના છે. તે તમે મને આપી દો હું પોતે બેંકમાં ભરી દઈશ અને નવી બે દિવસથી ગોલ્ડ લોન મળે છે. તેથી તમને બીજા 35,000 લોન પેટે મળશે તેવી વાતો કરી હતી. 


વૃદ્ધા એ ગોલ્ડ લોન લેવાની ના પાડી યુવકને તે ખોટું બોલે છે. તેવું કહેતા તેણે "માડી ભગવાને મને બધું આપેલ છે અને મારી રતનપોળમાં માણેક જ્વેલર્સ નામની તથા રતન ડ્રેસ નામની બે દુકાનો છે. મારે કોઈ પૈસાની લાલચ નથી તેમ કહીને તમે મારા ઉપર વિશ્વાસ રાખો તેવું કહેતા મીઠી મીઠી વાતોમાં વૃદ્ધાને ફસાવ્યા હતા. વૃદ્ધા યુવકની વાતોમાં આવી જતા પોતાની પાસે રહેલી 40 હજારની કિંમતની 12 ગ્રામ વજનની સોનાની ચેઇન અને 11 હજાર રૂપિયા રોકડ રકમ આપતા યુવક રફુચક્કર થઈ ગયો હતો.


વૃદ્ધાએ પોળમાં રહેતા અન્ય રહીશોને વાત કરતા આજ રીતે આયુષ્માન કાર્ડ અને ગોલ્ડ લોન અપાવવાની લાલચ આપી ભાવનાબેન ભાવસાર, ઇલાબેન શાહ, અનિલાબેન શાહ, કુસુમબેન દુધિયા, ભાનુબેન ગોહેલ અને પુષ્પાબેન પંચાલ સાથે છેતરપિંડી થઈ હોવાનું ખુલ્યું હતું. જેથી આ સમગ્ર મામલે તેઓએ ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી. ખાડિયા પોલીસે આ સમગ્ર મામલે મોહમ્મદ સિરાજ મેમણ નામના 20 વર્ષીય યુવકની ધરપકડ કરી છે.


આરોપીની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે તેને છ થી સાત જેટલી વૃદ્ધા સાથે આજ પ્રકારે વિધવા સહાયના નામે છેતરપિંડી આચરી છે. જેથી પોલીસે આરોપી સામે અલગ અલગ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી આરોપીએ સિનિયર સિટીઝનો પાસેથી પડાવેલા દાગીના અને રોકડ રકમ જપ્ત કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.


જુઓ આ પણ વીડિયો:-