મૌલિક ધામેચા/અમદાવાદ: એરટેગ દ્વારા યુવતીની જસુસી કરવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે. અને આ જાસૂસી ધંધાની હરીફાઈ માટે કરવામાં આવી હોવાનો સાયબર ક્રાઇમની તપાસમાં ખુલાસો થતા જ  ચાર બિલ્ડરો નામ ખુલ્યા છે.જોકે આ કેસમાં આગામી સમયમાં પોલીસ એપલ કંપનીનું એર ટેંગ ડીવાઇઝ  અને પ્લાન કરનાર બે શખ્સો અટકાયત કરી પૂછપરછ કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ભારત' સામે આવ્યો પીએમ મોદીના ઈન્ડોનેશિયા પ્રવાસનો પત્ર


રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલી યુવતીના જસુસી કાંડના તપાસમાં સાયબર ક્રાઇમે એપલ કંપનીનું એરટેંગ ડિવાઇસ ગાડીમાં પ્લાન્ટ કરનાર શક્તિસિંહ જાડેજા અને નુંપેન પટેલની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે વધુમાં તપાસ કરતા સ્ટ્રેચેર્સ ડેવલોપમેંટના 4 બિલ્ડર ફુલચંદ પટેલ,જયેશ પટેલ,વિષ્ણુ પટેલ અને મહેશ પટેલનું નામ ખુલ્યું છે. 


સાળંગપુર વિવાદ અંગે દ્વારકા શારદા પીઠના સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજે શું કહ્યું?


મળતી માહિતી અનુસાર ફરિયાદી યુવતી જમીન લે વેચનું કામ કરે છે અને બિલ્ડરોને શકા હતી કે યુવતી તેમને ધંધામાં દગો આપી રહી છે.જેથી તેની પર વોચ રાખવા માટે આ ડિવાઇસ પ્લાન કરાવ્યું.પોલીસ તપાસમાં સામે આવ્યું કે યુવતી પોતાની ઓડી કારમાં બેસતા જ તેના ફોનમાં એક ડીવાઇઝ કનેક્શન થઈ જતું હતું. જે એલર્ટ મેસેજથી જસુસી કાંડ સામે આવ્યો હતો.


ક્યારેક કોંગ્રેસ પણ ઈચ્છતી હતી ઈન્ડિયાની જગ્યાએ ભારત, સંસદમાં રજૂ થયું હતું બિલ


આ જાસૂસી કાંડ યુવતીના પરિચિત એવા બિલ્ડરો દ્વારા જસુસી કરવા ડીવાઇઝ મૂક્યું હોવાનો સાયબર ક્રાઇમની તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે કારણકે યુવતીની ગાડી સર્વિસમાં લઈ જનાર બિલ્ડરોના માણસો જ હતા જે કારમાં એક કરતાં વધુ વખત એરટેગ ડીવાઈઝ મુકાવી ચુક્યા હોવાની આશંકા છે. 


ગુજરાતમાં એક એવું ગામ જ્યાં મોટાભાગના લોકો છે શિક્ષક, એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો


હાલ તો સાયબર ક્રાઇમે ફરિયાદી મહિલાના નિવેદન અને ફરિયાદ આધારે ડીવાઇઝ કબ્જે કરી  પ્લાન્ટ કરનાર ની પૂછપરછ શરૂ કરી છે.જોકે યુવતીની ગાડીમાં ડીવાઇઝ ફિટ કરીને ફોનનો કેટલો ડેટા મેળવી પ્રાઇવસીનો ભંગ કર્યો છે જેને લઈ તપાસ કરતા જ પિરિચિત બિલ્ડરોની શુ ભૂમિકા સામે આવતા પોલીસે તેમની પણ ધરપકડ કરવા કવાયત હાથ ધરી છે.