ઉદય રંજન/અમદાવાદ: અત્યાર સુધી સાયબર ગઠિયાઓ લોકો પાસેથી પૈસા પડાવવા અનેક રસ્તાઓ અપનાવતા હોવાનું સામે આવ્યું હતું. પણ હવે સાયબર ક્રાઇમની ટીમે એક એવા આરોપીને પકડ્યો અને સરકારી ઇ મેઈલ આઈડીનો ઉપયોગ કરી અનેક લોકોના ખાતા બ્લોક કર્યા. આ જ મામલે થોડા દિવસ પહેલા સાયબર ક્રાઇમ પાસે ફરિયાદ આવી હતી. જેના આધારે પોલીસે રાજસ્થાનથી આરોપીની ધરપકડ કરી. કોણ છે આ આરોપી અને કઈ રીતે સરકારી મેઈલ આઇડીનો ઉપયોગ કરતા હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૈવાહિક જીવનની સમસ્યા થશે દુર અને રુપિયાથી છલોછલ રહેશે તિજોરી, અજમાવો રોટલીના ટોટકા


પહેલા ન્યૂડ ફોન કોલ, પછી બેંક લોન ફ્રોડ અને હવે સરકારી મેઈલ આઈ ડીનાં ઉપયોગ કરી લોકોના ડેટા મેળવવા અને બેંકમાં એકાઉન્ટ ફ્રીઝ કરાવી સાયબર ફ્રોડની ઘટના સામે આવી હતી. અમદાવાદ સાયબર ક્રાઇમમાં આવી જ એક ફરિયાદ નોંધાઈ હતી. જેમાં સરકારી ઇ મેઇલ આઇડી પરથી ડેટા માંગવામાં આવી રહ્યો હતો. જે મેઈલ આઇડી અને તેનું ફોર્મેટ યોગ્ય ન લાગતા સાઇબર ક્રાઇમ દ્વારા તપાસ કરતા આ મેઈલ આઇડી નકલી હોવાનું સામે આવ્યું હતું. નકલી મેઈલ આઈડી બનાવનાર અને અલગ અલગ કંપની તેમજ બેંક માંથી એકાઉન્ટને લગતી માહિતી માંગનાર રાજસ્થાનના સાગર ફૂલ રામની આખરે પોલીસે ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલ્યો.


ગુજરાતમાં અહીં ખેડૂતો બેહાલ! ગત વર્ષની સરખામણીમાં કોડીના ભાવે વેચાઈ રહ્યા છે 'ટામેટા


પોલીસે આરોપી સાગરની પૂછપરછ કરતા સામે આવ્યું કે કોઈ પણ સરકારી મેઈલ આઇડી પાછળ gujarat.gov.in લાગતું હોય છે. જે સરકારી ઇમેઇલ આઈડી માનવામાં આવે છે. આવું જ એક મેઈલ આઈડી આરોપી સાગરે બનાવ્યુ હતુ. એજ્યુકેશન વિભાગ નું સરકારી મેઈલ આઇડી બનાવી જીસ્વાન માંથી બધા એક્સેસ આરોપીએ મેળવ્યા હતા. મેઈલ આઇડી બનાવવા આરોપી સાગરે ખોટા સહી સિક્કા પણ તૈયાર કર્યા હતા અને ઓનલાઇન ડાઉનલોડ પણ કર્યા હતા. ખોટા સરકારી મેઈલ આઇડી બનાવી આરોપી સાગરે અમુક કંપની ઓને મેઈલ કરી અલગ અલગ વિગતો માંગી હતી.


કોઈ કરતું મારપીટ તો કોઈનું હતું બીજા સાથે અફેર, ખરાબ રીતે અલગ થયા આ TV સેલિબ્રિટી


તો બીજી તરફ અનેક બેન્કોને પણ મેઈલ કરી અમુક એકાઉન્ટ ફ્રીઝ કરવા આરોપીએ જણાવ્યું હતું. જે મેઈલનાં આધારે બેન્કોએ અમુક એકાઉન્ટ ફ્રીઝ પણ કર્યા હતા. બાદમાં કંપની અને બેંક ને મેઈલનું યોગ્ય ફોર્મેટ નહિ જણાતા સરકારનું ધ્યાન દોર્યું હતું. જેના આધારે સાયબર ક્રાઇમ દ્વારા ફરિયાદ નોંધી આરોપી સાગરની ધરપકડ કરી છે.


ગર્લફ્રેન્ડ કે પત્નીને બિન્દાસ્ત કરો Kiss,શરીરને મળે છે ગજબના આ 5 ફાયદાઓ


આરોપી સાગર ફૂલરામ બી.કોમનો અભ્યાસ કરે છે. સાગરે ગુજરાત સરકારે જે મેઈલ આઈડી ફાળવવામાં આવ્યુ હતા તેવું જ બીજું મેઈલ આઇડી બનાવ્યુ હતું. અને સોશિયલ સાઈટ ઉપર ડેટા મેળવી રહ્યો હતો તેમજ અલગ અલગ સાઇટ ઉપર ફેક મેઈલ આઇડીથી એકાઉન્ટ બંધ કરાવી રહ્યો હતો. 


ગુજરાત ફરી ડંકો વગાડવા તૈયાર, વધુ એક મોટી ઈન્ડસ્ટ્રીનું ગુજરાતમાં મોટું રોકાણ


સાગરે છેલ્લા 3 મહિનાથી ફેક આઇડી દ્વારા આ પ્રમાણે બેન્ક અને કંપનીઓને મેઈલ કરી માહિતી મેળવી હતી. એકાઉન્ટ ફ્રીઝ કર્યા હોવાનું સામે આવ્યું હતું. હાલ તો પોલીસે સાગરની ધરપકડ કરી અન્ય કોઈ સરકારી મેઇલ ફેક આઇડી બનાવ્યું છે કે કેમ અને સમગ્ર મામલે કોઇ સરકારી કે ખાનગી કર્મચારી સામેલ છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.