ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં સ્ટાર બજાર સામે પાર્કિગ પડેલી કારમાં દારૂ પ્લાન્ટ કરી કાર માલીક કાસીમ અબાસ નામના વ્યક્તિને ફસાવ પ્રયાસ કરવામાં આવ્યો હતો. પણ સીસીટીવી ફૂટજે આરોપીઓનો ભાંડો ફોડી નાખ્યો હતો. આ ફરિયાદી ફેશન ડિઝાઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે. અને ધંધાની હરિફાયના કારણે ફસવા માટે કાવતરું ધડવામ આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કેસમાં આજે સેટેલાઇટ પોલીસે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી એક આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલો છે. બે આરોપી મોહન આહાર, અને કાળું પરમાર ની ધરપકડ કરવા આવી છે. આ બને ડુંગરપૂરના રહેવાસી છે. છેલ્લા 3 વર્ષથી હનીફના ત્યાં નોકરી કરતા હતા. હનીફના કહેવાથી આ શખ્સોએ રિક્ષામાં દારૂ લઈને ગાડીમાં દારૂ મુક્યો હતો.


સરકારે સિંચાઇ માટે પાણીની ના પાડતા નર્મદાની કેનાલમાં ‘પાણીની ચોરી’ શરૂ



કાયદાના સંઘર્ષમાં આવેલ આરોપી રીક્ષા ચલાવતો હતો. આ આખું કાવતરું ભવરસિંહ રાજપૂત દ્વારા આખું કાવતરું ઘડવામાં આવ્યો છે. હજી બે આરોપીઓ વોન્ટેડ છે. જેમાં ભવરસિંહ રાજપૂત જે મુખ્ય આરોપી છે તે ફરાર છે. ભવર સિંહ રાજપૂત અને પિન્ટુ આ બે આરોપીને પકડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે. પોલીસ દ્વારા આ કેસમાં કોર્ટ પરવાનગી બાદ કલમ 120(બી)નો ઉમેરો કરવામાં આવ્યો છે.