મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં આવેલા ટ્રાન્સ્ટેડિયા એરેના ક્લબ ખાતે યોજાયેલી શનિવારે યોજાયેલી ઈન્ટર કોલેજ કબડ્ડી ટુર્નામેન્ટમાં બે ટીમો વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી હતી. કોઈ કારણોસર ઈન્ટર કોલેજ ટુર્નામેન્ટમાં બે ટીમ સામસામે આવી અને અંદરો અંદર કોઇ કરાણો સર વિખવાદ થયા બાદ ખુરશીઓ ઉછળી હતી. અને એવા દ્રશ્યો સર્જાયા જાણે કે કબડ્ડીનું મેદાન રણમેદાનમાં પરિવર્તિત થઇ ગયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કબડ્ડી મેચમાં પૂરી થતા જ ખેલાડીઓ એક બીજા પર ખુરશીઓ ઉછળવા લાગ્યા જેને લઈ મેચ નિહાળી રહેલા દર્શકોમાં  દોડધામ મચી હતી. તોફાની તત્વોએ હવામાં ખુરશીઓ ઉડાળી ડરનો માહોલ ઊભો થયો હતો. ઉલ્લેખનીય છે કે, ટ્રાન્સ્ટેડિયા એરેનામાં અમદાવાદની કોલેજો વચ્ચે ઈન્ટરકોલેજ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે. જેને ફાર્ચ્યુન જાયન્ટ્સે ટુર્નામેન્ટને સ્પોન્સર કરી હતી.


મેડિકલમાં પ્રવેશ મુદ્દે વાલીઓ EWS લઇને મૂંઝવણમાં, સરકારને લખ્યો પત્ર


જુઓ LIVE TV



શનિવારે એ.પી પટેલ કોલેજ નરોડા અને એચ.કે બીબીએ કોલેજના સ્ટુડન્ટ વચ્ચે સેમિફાઈનલ હતી. તે દરમ્યાન આ બનાવ બન્યો. જોકે મારામારી અને ખુરશીઓ ઉછળતાં મેચને સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો હતો. મેચમાં બનેલી આ ઘટનામાં બંન્ને કોલેજના ખેલાડીઓ વચ્ચે મારામારી જોવા મળી હતી. અને હોબાળો થયો હતો.