Ahmedabad: નારણપુરામાં આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોટર્સ કોમ્પલેક્ષમાં ઓલિમ્પિક રમતો રમાશે!, જાણો કેવું હશે?
સ્પોર્ટસ કોમ્પલેક્ષ વરદાન ટાવર પાસે અંદાજીત 82,507 ચો.મી. ક્ષેત્રફળ વાળા પ્લોટમા વિકસાવવા આવનાર છે.જેના માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આ પ્રોજેકટ પાછળ અંદાજીત ખર્ચે 584.25 કરોડ મુકાયો છે.
ઝી ન્યૂઝ/ બ્યુરો: અમદાવાદ શહેર વર્લ્ડ હેરિટેજ સિટી, સ્માર્ટ સિટી તો છે પરંતુ હવે અમદાવાદ શહેરમાં સ્પોર્ટસ સિટી તરફ અગ્રેસર તૈયાર થઇ રહ્યું છે. ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા અમદાવાદ શહેરમાં નારણપુરા વિસ્તારમાં નવા બનાવવા આવનાર આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ માટે ગ્રાન્ટ ફાળવવા માટે પ્રાથમિક મંજૂરી આપી છે. આ સ્પોર્ટસ કોમ્પલેક્ષ વરદાન ટાવર પાસે અંદાજીત 82,507 ચો.મી. ક્ષેત્રફળ વાળા પ્લોટમા વિકસાવવા આવનાર છે.જેના માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આ પ્રોજેકટ પાછળ અંદાજીત ખર્ચે 584.25 કરોડ મુકાયો છે. આ ઉપરાત AMC સૌથી કિમતી 600 થી 700 કરોડની જમીન આ પ્રોજેક્ટ માટે આપશે.
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા આ કોમ્પલેક્ષ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટસ વેન્યુ તરીકે હોસ્ટ કરી શકાય તેમજ ખેલાડીઓ તથા પ્રેક્ષકોને ટ્રાન્સપોટેશનની સરળતાથી સુવિધા મળી શકે તે હેતુથી શહેરની મધ્યમ આવેલ આ પ્લોટની પસંદગી કરવામાં આવી છે. આ સ્પોર્ટસ કોમ્પલેક્ષમા આંતરારાષ્ટ્રીય તથા રાષ્ટ્રગીત રમતોની સાથે પ્રાદેશિક રમતગમતો પણ પ્રોત્સાહન મળી શકે તે મુજબ ડિઝાઇન કરેલ છે .
સદર પ્રોજેકટને મુખ્ય 6 ભાગમાં વહેચેલ છે ..
(1) એકવાટીક કોમ્પલેક્ષઃ-
આ સ્વીમીંગ પુલની સાઇઝ FINA એપ્રુવ્ડ રાખવામાં આવેલ છે, જેમાં ડાઇવીંગ પુલ તેમજ આર્ટીસ્ટીક તથા વોટરપોલો તરીકે વપરાશ કરી શકાશે. જેની પ્રેક્ષક ગેલેરી 1500 પ્રેક્ષકોની છે .
(2) કોમ્યુનીટી સ્પોર્ટસ સેન્ટરઃ-
જેમાં 06 બેડમીન્ટન કોર્ટ, 06 ટેબલટેનીસ, 06 કેરમ ટેબલ, 09 ચેસ, સ્નૂકર અને બીલીયર્ડના 10 ટેબલનો સમાવેશ કરી શકે તેવો મલ્ટીપર્પઝ હોલ બનાવવામાં આવનાર છે. આ કોમ્યુનીટી સ્પોર્ટસ કોમ્પલેક્ષ અમદાવાદના શહેરીજનોને વધુ ઉપયોગી થઇ રહેશે.
(૩) સેન્ટર ફોર સ્પોર્ટસ એકસેલન્સઃ-
આ સેન્ટર ઓફ એકસેલન્સમાં 42 મી × 24 મી ના મુખ્ય 02 હોલ કે જેમાં 02 બાસ્કેટ બોલ કોર્ટ , 02 વોલીબોલ કોર્ટ અથવા 08બેડમીન્ટન કોર્ટ તરીકે એક જ સમયે વપરાશ થઇ શકશે . આ હોલ એવીરીતે ડીઝાઇન કરેલ છે કે ઉપરોકત જણાવેલ રમતોની આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા યોજી શકાશે. આ સેન્ટરના મલ્ટી સ્પોર્ટસ હોલમાં 04 કબડડી કોર્ટ અથવા 04 રેસલીંગ અથવા 12 ટેબલટેનીસ મેચ એક જ સમયે યોજી શકાશે.
આ કોમ્પલેક્ષમાં ખેલાડીઓ માટે લોન્જ સાથેનું 01 સ્પોર્ટસ સાયન્સ અને ફીટનેસ સેન્ટર, ચેન્જ રૂમ, લોકર્સ, ઇક્વીપમેન્ટ સ્ટોર, મેડીકલ સર્વિસ સ્ટેશન, ઓડીયો - વિડીયો ફેસીલીટી સાથેનો ટ્રેનિંગ રૂમ , વહીવટી ઓફીસ બનાવવામાં આવનાર છે. વધુમાં આ સેન્ટરમાં કોચ માટે 08 ડબલરૂમ, ખેલાડીઓ માટેના 89 ટ્રીપલ બેડ રૂમ તેમજ 150 કોર્પોરેટ માટેના ડાઇનીંગ હોલનો સમાવેશ કરેલ છે.
(4) ઈન્ડોર મલ્ટી સ્પોટર્સ અરેનાઃ-
સદર અરેનામાં 80 મી. × 40 મી . સાઈઝના વિશાળ હોલમાં વિવિધ આંતરરાષ્ટ્રીય કક્ષાની ઈવેન્ટ કરવામાં આવશે. (એક સમયે એક રમત) કુલ 16 બેડમીન્ટન કોર્ટ , 04 બાસ્કેટબોલ કોર્ટ , 04 વોલીબોલ કોર્ટ અને 04 જીમ્નેસ્ટીક મેટ. આ ઉપરાંત તેમાં ટાઈકવોન્ડો કુસ્તી અને ટેબલ ટેનીસ માટે ટ્રેનીંગના હેતુ માટે મલ્ટી પર્પઝ હોલની પણ સુવિધાનો સમાવેશ કરેલ છે. જેમાં એક સાથે 5200 પ્રેક્ષકો મેચ નિહાળી શકે તે મુજબનું આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત વોર્મ - અપ એરીયા, ખેલાડીઓ, જજીસ, કોચ, રેફરી અને વી.આઈ.પી. માટે લોન્જ એરીયા, સેન્ટ્રલ એડમીન ઓફીસ, સ્પોટર્સ ફેડ્રેશન માટેનો રૂમ, ડોપીંગ એરીયા, મેડીકલ સર્વિસ સ્ટેશન, મીડીયા રૂમ, કોલ રૂમ, તદ્દઉપરાંત મીડીયા અને અન્ય ટેકનીકલ, ઓપરેશન સુવિધા માટેના રૂમની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
(5) ફીટ ઈન્ડિયા ઝોનઃ-
સદર ઝોનમાં સીનીયર સીટીઝન માટે સીટીંગ એરીયા , સ્કેટીંગ રીંક , કબડ્ડી , ખો - ખો ગ્રાઉન્ડ , ચીલ્ડ્રન ઝોન અને જોગીંગ ટ્રેકનો સમાવેશ કરવામાં આવેલ છે .
(6) આઉટ ડોર સ્પોર્ટસ -
06 ટેનિસ કોર્ટ , 01 બાસ્કેટબોલ , 01 વોલીબોલ કોર્ટનો સમાવેશ. આ સ્પોર્ટસ કોમ્પેલક્ષમા 800 ટુ વ્હિલર અને 850 ફોર વ્હિલરના પાર્કીગની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરોકત સુવિધા ઉપરાંત આ સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં આઉટ ડોર સ્પોટર્સ માટે 06 ટેનીસ કોર્ટ હશે.