Ahmedabad Property Market અમદાવાદ : નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાનો નવો રિપોર્ટ આવી ગયો છે. આ અહેવાલ મુજબ, મુંબઈ દેશનું એકમાત્ર શહેર છે જે અફોર્ડેબિલિટી ઈન્ડેક્સમાં નિર્ધારિત મર્યાદાથી ઉપર છે. જ્યારે ટોપ 8 શહેરોમાં અમદાવાદનું હાઉસિંગ માર્કેટ સૌથી વધુ પોસાય તેવું માર્કેટ છે. એટલે કે, અમદાવાદમાં લોકો સપનાનું ઘર ખરીદી શકે છે. નવા અહેવાલ અનુસાર, મુંબઈ સૌથી મોંઘુ શહેર છે, જ્યાં લોકોનો અડધો પગાર ઘરના હપ્તા ભરવામાં નીકળી જતો હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં દેશના 8 શહેરોમાં સૌથી સસ્તા મકાન
અમદાવાદ અને તેની આસપાસમાં જમીનોના ભાવ સતત વધી રહ્યા છે. અમદાવાદમાં જમીનના ભાવ વધ્‍યા હોવાના કારણે હાઉસિંગ માર્કેટમાં પણ ભાવ વધારો થયો છે. તેમ છતાં દેશમાં અમદાવાદ સૌથી એફોર્ડેબલ હાઉસિંગ માર્કેટ તરીકે ઊભરી આવ્‍યું છે. દેશના ટોચના આઠ શહેરોમાં અમદાવાદ લોકોને પોષાય તેવું હાઉસિંગ માર્કેટ છે. 


ગુજરાતમાં નવું રાજકારણ શરૂ, કોંગ્રેસની ન્યાય યાત્રાને નીતિન પટેલે આડે હાથ લીધી


અમદાવાદ સૌથી સસ્તું છે 
નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના રિપોર્ટ એફોર્ડેબિલિટી ઈન્ડેક્સ અનુસાર, 2023ના અંતથી વ્યાજ દરો સ્થિર રહેવાને કારણે, જાન્યુઆરીના પ્રથમ અર્ધવાર્ષિક અને જૂન 2024 દરમિયાન ઘર ખરીદવાની ક્ષમતામાં સ્થિરતા આવી છે. ઈન્ડેક્સ મુજબ, 21 ટકાના હાઉસિંગ રેશિયો સાથે ટોપ 8 શહેરોમાં અમદાવાદનું હાઉસિંગ માર્કેટ સૌથી વધુ પોસાય તેવું બજાર છે. આનો અર્થ એ થયો કે અમદાવાદના લોકોએ તેમની આવકનો માત્ર 21 ટકા હિસ્સો હોમ લોન EMI ભરવામાં ખર્ચ કરવો પડશે. એફોર્ડેબિલિટીન સંદર્ભમાં કોલકાતા બીજા ક્રમે છે અને કોલકાતાના લોકો તેમની આવકના 24 ટકા EMI ચૂકવવા પાછળ ખર્ચે છે. પુણેના લોકોએ 24 ટકા અને ચેન્નાઈના લોકોએ તેમની આવકનો 25 ટકા EMI પર ખર્ચ કરવો પડશે.


સાવધાન રહેજો! અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગે કરી મોટી આગાહી