Ahmedabad News : અમદાવાદમાં પિત્ઝા ખાવુ હવે સેફ નથી રહ્યું એવુ લાગે છે. આજે ઉપરાઉપરી બે આઉટલેટના ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળી છે. અમદાવાદની બે રેસ્ટોરેન્ટના ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળી છે. વસ્ત્રાલના બ્રિટિશ પિત્ઝા સેન્ટરમાં ગ્રાહકે મંગાવેલા સેલડમાં ઈયળ ફરતી જોવા મળી. જેનો ગ્રાહકે વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. તો અમદાવાદના ગુરુકુળ રોડ પર આવેલી શિવમ સ્નેક્સ રેસ્ટોરેન્ટમાંથી વંદો નીકળ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પિત્ઝામાંથી વંદો નીકળ્યો 
વધુ એક વાર અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ વસ્ત્રાલ રિંગ રોડ પર આવેલા સત્વા માંગલ્યા કોમ્પલેક્ષમાં આવેલ બ્રિટિશ પિત્ઝામાંથી જીવાત નીકળી છે. બે દિવસ પહેલા એક પરિવાર પિત્ઝા ખાવા માટે આવ્યો હતો. એ સમયે સેલડમાંથી જીવતી ઇયળ નીકળી હતી. ગ્રાહકે તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ઝી 24 કલાકે બ્રિટિશ પિત્ઝા રેસ્ટોરન્ટના માલિક સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અમે માલિક તરીકે કોઈ દિવસ ઈચ્છતા ના હોઈએ કે ગ્રાહકને આવી વસ્તુ ખવડાવીએ. વધુમાં જણાવ્યું હતું કે, સિંગ સેલડમાં ઇયળ નીકળી હતી અને હવે અને સિંગ સેલડ જ બંધ કરી દેવામાં આવ્યું છે અને હવેથી અમે ધ્યાન રાખીશું શું અને ઝી 24 કલાકના માધ્યમથી માફી પણ માંગવાની તૈયારી દર્શાવી હતી. 


ગુજરાતના ખેડૂતોના માથે આવ્યું મોટું સંકટ, રવિ પાકની સીઝન માથે ઉભી અને ખાતર વિના ખેતી


 


દિલફેંક નીકળ્યા કેડિલાના CMD, પર્સનલ આસિસ્ટન્ટ કરી જાતીય સતામણીની ફરિયાદ