Ahmedabad Iscon Accident Latest Update/ઝી બ્યૂરો, અમદાવાદઃ અમદાવાદના એસજી હાઈવે પર આવેલાં ઈસ્કોન બ્રિજ પર પુરપાટ ઝડપે ગાડી હકાવીને તથ્ય પટેલ નામના મોટા ઘરના નબીરાએ 10 લોકોને કચડીને મોટને ઘાટ ઉતારી દીધાં. એફએસએલ અને યુ.કે.થી આવેલાં જગુઆર કારના રિપોર્ટમાં પણ ખુલાસો થયો છેકે, અકસ્માત સમયે તથ્યની કારની સ્પીડ 140 કિ.મી. થી વધારે હતી. એના પછી પોલીસે આ કેસમાં વધુ તપાસ કરી ત્યારે આ કેસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો થયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખબર જાણીને અધ્ધર થઈ ગયા પોલીસ અધિકારીઓના માથાના વાળ. તથ્ય એ છેલ્લાં એક મહિનામાં એક બે નહીં 25 વાર કરી હતી નિયમોની ઐસીતૈસી. તે તેના પરિવાર કે પોલીસ કોઈને ગાંઠતો નહોતો. એવું પણ સામે આવ્યુંકે, તથ્યને 100 કિ.મી. થી નીચેની સ્પીડે ગાડી ચલાવવાનું પસંદ જ નહોતું. પ્રાપ્ત માહિતી અને મીડિયા અહેવાલો મુજબ તેની માતાએ પણ કહ્યુંકે, તે ને ઘણીવાર સમજાવ્યો કે ગાડી ધીમી ચલાવ પણ તે કોઈને ગાંઠતો નહોંતો. તથ્ય સ્પીડનો શોખીન હતો અને તેને પોતાના બાપની ઓળખાયનો ખુબ ઘમંડ હતો. તેથી તેને કોઈવાતનો ડર નહોતો. તે પોતાની જાતને સરકાર જ સમજતો હતો.


ઈસ્કોન અકસ્માત કેસમાં તથ્યએ કરેલાં એક એક કાંડની તપાસ થઈ રહી છે. ત્યારે પોલીસ તપાસમાં મોટો ચોંકાવનારો ખુલાસો થયો. જેમાં પોલીસ તપાસમાં એ વાત સામે આવી કે તથ્ય પટેલે અકસ્માત થયો તે પહેલાં છેલ્લાં એક મહિનામાં એક બે નહીં પણ પુરા 25 વખત તોડ્યો હતો નિયમ. ઇસ્કોન ફ્લાયઓવર પર બેફામ સ્પીડે જગુઆર કાર દોડાવીને નવ લોકોને કચડી નાંખનાર 19 વર્ષીય તથ્ય પટેલ 'હિસ્ટ્રી સ્પીડસ્ટર" હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે સીસીટીવી રેકોર્ડ્સ તપાસતા જાણવા મળ્યું હતું કે છેલ્લા મહિનામાં 25 વખત તેણે વાહનોની ગતિ મર્યાદાના નિયમને તોડીને બેફામ ઝડપે કાર ચલાવી હતી. બેફામ ઝડપે કાર ચલાવતો તથ્ય કેમ પોલીસની નજરથી બચતો રહ્યો હતો તેનો પોલીસ પાસે કોઈ જવાબ નથી.


ટ્રાફિકના નિયમોના લીરેલીરા ઉડાતો આ નબીરો જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. જાણે તે કહી રહ્યો હોય કે રોક સકો તો રોકલો...એમ આ નબીરાએ એક મહિનામાં 25માં ટ્રાફિકના નિયમોની ઐસી તૈસી કરીને ફૂલ સ્પીડમાં કાર દોડાવીને સરકારી રોડને પોતાના બાપનો બનાવી લીધો હતો. તેમ છતાં એક પણ વખત તે પોલીસના રડારમાં કેમ ન આવ્યો એ પણ એક મોટો સવાલ છે.


ઉલ્લેખનીય છેકે, એક બાજુ શહેર ટ્રાફિક પોલીસ એસજી રોડ પર 100થી વધુ ઇ-ચલણ ઇશ્યૂ કરીને સ્પીડસ્ટર્સ પર કડક કાર્યવાહી કરી રહી હોવાનો દાવો કરે છે, ત્યારે તેની થાર એસયુવી અને જગુઆર કાર પોલીસ રડારથી કઈ રીતે બચી ગઈ? આ સમયગાળા દરમિયાન તથ્ય પણ કથિત રીતે બે અકસ્માતોમાં સંડોવાયેલો હતો જેના પર ઢાંકપિછોડો કરાયો હોવાનું પણ સામે આવ્યું છે.


તથ્ય હંમેશા 100 કિ.મી.થી ઉપરની સ્પીડે જ કાર ચલાવતો હતોઃ
પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો મુજબ શહેર ટ્રાફિક પોલીસે 20 જૂનથી 20 જુલાઈની વચ્ચે તથ્ય ગયો હતો તે સ્થળોનું મેપિંગ કર્યું હતું, જે દરમિયાન તે વિવિધ હાઇ-એન્ડ કાર ચલાવતા જોવા મળ્યો હતો. એક સિનિયર ટ્રાફિક અધિકારીએ જણાવ્યું હતું કે, સીસીટીવી ફૂટેજમાં જાણવા મળ્યું છે કે તે એસજી રોડ, સિંધુ ભવન રોડ, એસપી રિંગ રોડ અને શહેરના આંતરિક રસ્તાઓ પર પણ 120 કિમી પ્રતિ કલાકની ઝડપે કાર ચલાવતો હતો.


છેલ્લાં એક મહિનામાં પાંચ વાર રેડ સિગ્નલ તોડ્યું હતુંઃ
આટલું પૂરતું ન હોય તો ઇસ્કોન ફ્લાયઓવર દુર્ઘટનાની તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે તથ્યએ એક મહિનામાં પાંચ વખત ખુલ્લેઆમ રેડ સિગ્નલ તોડ્યું હતું. પરંતુ નવાઈની વાત એ છે કે તેને ન તો ઈ-ચલણ મળ્યું હતું કે ન તો આ ઉલ્લંઘન બદલ કોઈ ટ્રાફિક પોલીસે તેને રોક્યો હતો. તથ્યએ ઇસ્કોન ફ્લાયઓવર પર લોકોને કચડ્યા તે પહેલા પણ તેણે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો અને સિંધુ ભવન રોડ પરની એક રેસ્ટોરન્ટમાં ઘૂસી ગયો હતો.