Ahmedabad Tathya Patel Accident Case: ગુજરાતના અમદાવાદમાં 19મીએ મધરાતે ઈસ્કોન બ્રિજ પર થયેલો ગોઝારો અકસ્માત કોણ ભૂલી શકે જેમાં એક નબીરા તથ્ય પટેલે પોતાની જેગુઆર કારથી અનેક લોકોને ફૂટબોલની જેમ હવામાં ઉછાળ્યા અને 9 લોકોના કરુણ મોત નિપજ્યા. આ અકસ્માતની ઘટના અંગે તપાસમાં એવી એવી વિગતો સામે આવી રહી છે જે જાણીને હક્કાબક્કા રહી જશો. થાર ગાડી અને ટ્રકનો જે અકસ્માત થયો હતો તે જોવા અને તપાસ માટે ભેગા થયેલા લોકોને જોઈને તથ્યએ કારને બ્રેક મારી જ નહતી. માત્ર એક્સિલેટર પરથી પગ હટાવ્યો હતો. આ ઘટના પર FSL, RTO અને જેગુઆર કંપનીએ પોત પોતાના રિપોર્ટ સોંપી દીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તપાસમાં ચોંકાવનારો ખુલાસો
મંગળવારે યુકેથી જેગુઆર કંપનીએ ઈમેઈલ કરીને ટ્રાફિક પોલીસને એક રિપોર્ટ સોંપ્યો. આ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. તથ્ય પટેલે બ્રિજ પર ટોળાને જોઈને બ્રેક મારવાની જગ્યાએ એક્સિલેટર  પરથી પગ જ હટાવી દીધો અને 141.27ની સ્પીડે ગાડી 15થી વધુ લોકો સાથે ધડાકાભેર ભટકાઈ. એટલે કે લોકોને અડફેટે લીધા ત્યારે ગાડીની સ્પીડ 141.27 કિલોમીટર પ્રતિ કલાક હતી. 


વગર બ્રેકે આ રીતે અટકી ગઈ હતી કાર
બ્રીજ પર લોકને ટક્કર મારતી જગુઆર કારના જ્યારે કાચ ફૂટ્યા તો સેન્સર એક્ટિવ થઈ ગયા હતા અને ત્યારબાદ 300 ફૂટ દૂર જઈને આ જેગુઆર કાર લોક થઈ ગઈ હતી. કાર લોક થઈ ત્યારે તેની ઝડપ 108 કિમી પ્રતિ કલાકની હતી. તથ્ય સાથે ગાડીમાં જે મિત્રો હતા તેમણે પણ તથ્યેએ ગુનાઈત બેદરકારી દાખવી એ જણાવ્યું છે. માહિતી મુજબ તથ્ય ઈસ્કોન બ્રિજ પર ચઢતી વખતે 150ની સ્પીડે ગાડી ચલાવતો હતો. ટોળાને જોઈને બ્રેક મારવાની જગ્યાએ એક્સિલેટર પરથી પગ જ હટાવી દીધો. જેના કારણે 141.27ની સ્પીડે અગાઉ થયેલા અકસ્માતમાં મદદે આવેલા લોકોને કારે અડફેટે લીધા. કાર 141.27ની સ્પીડે 0.5 સેકન્ડમાં 15થી વધુ વ્યક્તિઓને અથડાઈ હતી અને પછી 300 ફૂટ દૂર જઈને 108ની સ્પીડે લોક થઈને ઊભી રહી ગઈ હતી. આ ઉપરાંત એવું પણ સામે આવ્યું છે કે જેગુઆરમાં થયેલું નુકસાન માત્ર માનવબોડી સાથે ભટકાવવાથી થયાનું રિપોર્ટમાં ફલીત થયું છે. જેગુઆર કંપનીનો રિપોર્ટ અને એફએસએલનો રિપોર્ટ સમાન હોવાનું સામે પણ આવ્યું છે. 


કલમ 308 ઉમેરાઈ
નવ લોકોનો ભોગ લેવાના કેસમાં એસજી-2 ટ્રાફિક પોલીસે તથ્ય પ્રજ્ઞેશભાઈ પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ હર્ષદભાઈ પટેલ (શાંતિ બંગલોઝ, ગોકુલ હોટલ પાસે, એસજી હાઈવે) સામે આઈપીસીની કલમ 279 (વાહનથી ઈજા પહોંચાડવી), 337 (કાર બેદરકારીપૂર્વક હંકારી ઈજા પહોંચાડવી), 338 (કારથી ગંભીર ઈજાઓ પહોંચાડવી), 504 (જાહેરમાં શાંતિ સુલેહનો ભંગ કરવો) , 506-2 (ધાક ધમકી આપવી) અને 114 (અપરાધમાં પ્રોત્સાહન આપવું) મુજબ ગુનો નોંધ્યો છે. આ ગુનામાં હાલ બંને પિતા પુત્ર જેલમાં છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube