અમદાવાદ : દિલ્હીની ત્રણ ડોક્ટર્સની ટીમ અમદાવાદની મુલાકાતે આવેલા છે. આ કેન્દ્રીય આરોગ્ય ટીમે એસવીપી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. કોરોના દર્દીઓ સાથે ચર્ચા અને અધિકારીઓ સાથે મીટિંગ પણ કરી હતી. ગુજરાતમાં કોરોનાએ અચાનક જ માથુ ઉચક્યું છે. દિવાળી બાદથી જ કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. એક સમયે 1000 દર્દી નીચે રહેતો કોરોનાનો ગ્રાફ આજે 1500ની પણ પાર પહોંચી ગયો હતો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીની ટીમ દ્વારા એસવીપી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે ડોક્ટર્સ તથા દર્દીઓ સાથે પીપીઇ કીટ પહેરીને ચર્ચા કરી હતી. કોરોના વોર્ડની પણ તેમણે મુલાકાત લીધી હતી. વિવિધ ડોક્ટર્સ સાથે ચાર કલાક સુધી એસવીપી હોસ્પિટલમાં મીટિંગનું આયોજન કર્યું હતું અને વિવિધ મુદ્દે ગાઇડ લાઇન આપી હતી. 

કેન્દ્રીય ટીમના સભ્ય ડૉ. સુરજીત કુમારે જણાવ્યું કે, ગુજરાતની બે દિવસની મુલાકાતે છીએ. હાલની પરિસ્થિતીમાં કઇ રીતે સ્થાનિક અને હોસ્પિટલ કામ કર્યું તેની સમીક્ષા કરી. કેન્દ્ર દ્વારા તમામ પ્રકારની મદદ પહોંચાડવામાં આવી રહી છે. કેન્દ્રીય ટીમે અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નર અને આરોગ્ય અધિકારીઓ સાથે એક બેઠક કરી હતી. અમદાવાદ શહેરના કોરોના અને નોન કોરોના માટે આપવામાં આવતી એમ્બ્યુલન્સ સેવા અંગે પણ માહિતી મેળવી હતી. આ બેઠકમાં અમદાવાદ માટે 300થી વધારે ડોક્ટર્સ ફાળવવામાં આવ્યા છે. 

જો કે ડૉ.સુરજીતે તંત્રનો બચાવ કરતા જણાવ્યું કે, કોરોના વિસ્ફોટ ગુજરાતમાં તંત્રની બેદરકારી નહી પરંતુ નાગરિકોની નિષ્કાળજી છે. કેન્દ્રીય ટીમ દ્વારા તત્કાલ કેટલાક સુધારા વધારા સુચવવામાં આવ્યા હતા. ત્યાર બાદ વિશેષ અહેવાલ કેન્દ્રીય ટીમ તૈયાર કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારને સોંપશે. અમદાવાદની મુલાકાત બાદ આ ટીમ વડોદરા રવાના થઇ હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube