National Vaccination Day: અમદાવાદના 90 વર્ષીય ઐયર દંપતિએ લીધી વેક્સીન, સમાજને આપ્યો ખાસ સંદેશ
આજે રાષ્ટ્રીય રસીકરણ દિવસ (National Vaccination Day) છે. ત્યારે કોરોના મહામારીએ લોકોને રસીકરણનું (Vaccination) મહત્વ સમજાવ્યું છે. કોરોના મહામારીએ (Corona Epidemic) વિશ્વમાં લાખો લોકોનો સંક્રમિત કર્યા છે
આશકા જાની/ અમદાવાદ: આજે રાષ્ટ્રીય રસીકરણ દિવસ (National Vaccination Day) છે. ત્યારે કોરોના મહામારીએ લોકોને રસીકરણનું (Vaccination) મહત્વ સમજાવ્યું છે. કોરોના મહામારીએ (Corona Epidemic) વિશ્વમાં લાખો લોકોનો સંક્રમિત કર્યા છે. કોરોના વાયરસ (Coronavirus) સામે જંગમાં વેક્સીન પણ તૈયાર કરવામાં આવી છે. ભારત દ્વારા તૈયાર કરવામાં આવેલી કોરોના વેક્સીન (Corona Vaccine) ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં મોકલાવવામાં આવી રહી છે અને લોકોને વેક્સીન (Vaccine) આપવામાં આવી રહી છે. ત્યારે આજે નેશનલ વેક્સીનેશન દિવસ નિમિતે સિવિલના (Ahmedabad Civil Hospital) રસીકરણ કેન્દ્ર પર 90 વર્ષીય ઐયર દંપતીએ (Iyer Couple) કોરોના રસી લઇ સમાજ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આજે નેશનલ વેક્સીનેશન દિવસ (National Vaccination Day) પર અમદાવાદના ઐયર પરિવારની (Iyer Family) ત્રીજી પેઢીએ વેક્સીન લીધી છે. અમદાવાદના સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) ખાતે રસીકરણ કેન્દ્ર પર 90 વર્ષીય ઐયર દંપતીએ (Iyer Couple) કોરોના વેક્સીન લઇ સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યં છે. જો કે, આ પહેલા ઐયર પરિવારના 60 વર્ષના પુત્રએ વક્સીન લીધી હતી. તેમજ ઐયર પરિવારની પૌત્રી જયશ્રી રામજી પણ ડોક્ટર હોવાથી અને કોરોના વેક્સીનનું (Corona Vaccine) મહત્વ જાણતા હોવાથી તેમણે પણ રસી લીધી હતી. ત્યારે ઐયર પરિવારના 90 વર્ષીય વૃદ્ધ દંપતીએ વેક્સીન લઇને નેશનલ વેક્સીનેશન ડેની (National Vaccination Day 2021) ઉજવણી કરી અને સમાજને એક સંદેશો આપ્યો છે.
આ પણ વાંચો:- ગુજરાતમાં કરફ્યૂને લઈને આવ્યા મોટા સમાચાર, વધારાયો સમય
ઉલ્લેખનીય છે કે, ભારતમાં 16 માર્ચના રોજ નેશનલ વેક્સીનેશન દિવસ (National Vaccination Day) તરીકે મનાવવામાં આવે છે. 1955 માં ભારતમાં પોલિયોની પ્રથમ રસી આપવામાં આવી હતી. ભારતમાં પોલિયોને (Polio) જડમૂળમાંથી દૂર કરવા માટે પ્લસ પોલિયો અંતર્ગત સરકાર દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત 5 વર્ષથી નાની ઉંમરના બાળકોને પોલિયોની રસીના (Polio Vaccine) 2 ટીપા આપવામાં આવ્યા હતા. ત્યારબાદથી ધીરે ધીરે પોલિયોના કેસ ઘટતા ગયા અને વર્ષ 2014 માં ભારતને પોલિયો મુક્ત દેશ (Polio Free India) જાહેર કરવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube